ખોડિયાર નગર પાસે મકાનમાં દારૃ રાખીને વેચતો આરોપી ઝડપાયો

વડોદરા,ખોડિયાર નગર પાસે મકાનમાં દારૃ રાખી વેચાણ કરતા આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે દારૃ આપી જનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, ખોડિયાર નગર રોડ માય શેનન સ્કૂલની સામે બીલીપત્ર સોસાયટીમાં રહેતો પ્રશાંત પાઠકે પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો છે. તેમજ તે દારૃનું વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ. એમ.આર. સંગાડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોકત સ્થળે જઇને તપાસ કરતા સ્થળ પરથી પ્રશાંત ઉર્ફે ભૂરિયો નરેશભાઇ પાઠક મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૯૬  હજારની કબજે કરી હતી. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપી પ્રશાંત પાઠકે જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો આજવા રોડ માધવ નગરમાં રહેતો મિત્ર પ્રિતેશ ઉર્ફે ચીન્ટૂ આપી ગયો હતો. હું થોડીવારમાં આવું છું. તેવું કહીને તે જતો રહ્યો હતો. જેથી,  પોલીસે ચીન્ટૂને વોન્ટેડ જાહેર કર્યો છે.

ખોડિયાર નગર પાસે મકાનમાં દારૃ રાખીને વેચતો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,ખોડિયાર નગર પાસે મકાનમાં દારૃ રાખી વેચાણ કરતા આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે દારૃ આપી જનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, ખોડિયાર નગર રોડ માય શેનન સ્કૂલની સામે બીલીપત્ર સોસાયટીમાં રહેતો પ્રશાંત પાઠકે પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો છે. તેમજ તે દારૃનું વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ. એમ.આર. સંગાડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોકત સ્થળે જઇને તપાસ કરતા સ્થળ પરથી પ્રશાંત ઉર્ફે ભૂરિયો નરેશભાઇ પાઠક મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૯૬  હજારની કબજે કરી હતી. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપી પ્રશાંત પાઠકે જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો આજવા રોડ માધવ નગરમાં રહેતો મિત્ર પ્રિતેશ ઉર્ફે ચીન્ટૂ આપી ગયો હતો. હું થોડીવારમાં આવું છું. તેવું કહીને તે જતો રહ્યો હતો. જેથી,  પોલીસે ચીન્ટૂને વોન્ટેડ જાહેર કર્યો છે.