કાપડબજારમાં ઉઠમણું કરવા પોતાના માણસો બેસાડનાર સીતારામ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
- અન્નપુર્ણા માર્કેટમાં બેસાડેલા વેપારી પુનિત રાઠોડે સચીન ડાયમંડ પાર્કના વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.9.71 લાખની સાડી ખરીદી પેમેન્ટ કર્યું નહોતું - પુનિત ઉઠમણું કરવાનો છે તેવી જાણ થતા વેપારીએ તેને પકડયો ત્યારે સીતારામ તેને વચ્ચે પડી છોડાવી ગયો હતો અને વેપારીને ધમકી પણ આપી હતી સુરત, : સુરતના કાપડબજારમાં ઉઠમણું કરવા પોતાના માણસો બેસાડનાર સીતારામ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.તેણે રીંગરોડ અન્નપુર્ણા માર્કેટમાં બેસાડેલા વેપારીએ સચીન ડાયમંડ પાર્કના વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.9.71 લાખની સાડી ખરીદી પેમેન્ટ કર્યું નહોતું અને તે ઉઠમણું કરવાનો છે તેવી જાણ થતા ડાયમંડ પાર્કના વેપારીએ તેને પકડયો ત્યારે સીતારામ તેને વચ્ચે પડી છોડાવી ગયો હતો અને વેપારીને ધમકી પણ આપી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા પુણા બોમ્બે માર્કેટ રોડ રણુજાધામની બાજુમાં ઈશ્વરનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.9 માં રહેતા 35 વર્ષીય જીગ્નેશભાઇ વલ્લભભાઇ કેવડીયા સચીન ડાયમંડ પાર્ક ઈન્ડસ્ટ્રીઝ ખાતા નં.2055 માં બ્રહ્માણી ટેક્ષટાઈલના નામે સાડીનો વેપાર કરે છે.વર્ષ 2022 માં રીંગરોડ અન્નપુર્ણા ટેક્ષટાઈલ માર્કેટની બહાર તેમની મુલાકાત દલાલ યોગેશ વસાવા સાથે થઈ હતી.પોતાની પાસે સારી પાર્ટી છે અને સમયસર પેમેન્ટ મળશે તેમ કહી યોગેશ જીગ્નેશભાઈને અન્નપુર્ણા ટેક્ષટાઈલ માર્કેટની દુકાન નં.219-220 ખાતે માં અંબે એન્ટરપ્રાઈઝમાં લઈ ગયા હતા.ત્યાં હાજર વેપારી પુનિત રાઠોડ સાથે ઓળખાણ કરાવી યોગેશે વેપાર શરૂ કરાવતા જીગ્નેશભાઈએ પુનિતને 16 જુલાઈથી 2 ઓગષ્ટ 2022 દરમિયાન કુલ રૂ.9,70,736 ની સાડી મોકલી હતી.જોકે, તેનું પેમેન્ટ કરવાને બદલે પુનિતે વાયદા કર્યા હતા.આથી જીગ્નેશભાઈ મિત્ર હિતેશભાઈ સાથે પુનિતની દુકાને ગયા ત્યારે ત્યાં હાજર રમેશ ઉર્ફે સીતારામ ધનજીભાઇ હીશોરીયા અંગે પૂછ્યું ત્યારે પુનિતે તેમનો પરિચય પોતાના મોટા શેઠ તરીકે આપી આ દુકાન તેમની છે અને માર્કેટમાં મારા જેવી ઘણી દુકાનો તેમની ચાલે છે તેમ કહ્યું હતું.આથી જીગ્નેશભાઈએ સીતારામ પાસે તેમનો મોબાઈલ નંબર માંગ્યો હતો.પણ તેમણે આપવા સ્પષ્ટ ઈન્કાર કરી દઈ દલાલ યોગેશ અને વેપારી પુનિત મારા માણસ છે તેમ કહ્યું હતું.થોડા સમય બાદ પુનિત પોતાનો ધંધો અને દુકાન બંધ કરી ભાગવાની તૈયારીમાં છે તેવી જાણ થતા જીગ્નેશભાઈ, તેમના ભાઈ અને મિત્ર ત્યાં દોડી ગયા હતા અને પુનિતને પકડી લીધો હતો.તે સમયે ત્યાં આવેલા સીતારામે વચ્ચે પડી પુનિતને છોડાવી મારો જ માણસ છે, મેં જ માર્કેટમાં છેતરપિંડી કરવા તેને બેસાડયો છે.તારાથી થાય તે કરી લે, તમે મારુ કંઈ બગાડી નહીં શકો, માલ મેં જ બારોબાર વેચી દીધો છે તેવી ધમકી આપી હતી.આ અંગે જીગ્નેશભાઈએ પોલીસમાં અરજી કરી હતી.જોકે, તે સમયે પુનિતે ટૂંક સમયમાં પૈસા ચૂકવવાનો વાયદો કર્યો હતો અને અરજી ફાઈલે કરાવી બાદમાં તેણે અને દલાલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને બાદમાં ફરાર થઈ ગયા હતા.થોડા સમય અગાઉ સીતારામ ઝડપાતા જીગ્નેશભાઈએ ગતરોજ સીતારામ, વેપારી પુનિત અને દલાલ યોગેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ પી.કે.મેર કરી રહ્યા છે.સીતારામને છાવરવા માટે કેટલાક પોલીસકર્મીઓ જ સક્રિય રહેતા હતા સુરત, :કાપડબજારમાં ઉઠમણું કરવા પોતાના માણસો બેસાડનાર સીતારામ પોતાની વાકછટા દ્વારા પોલીસ અધિકારીઓના નામે ખેલ કરતો હતો.ઉપરાંત, તે સમયે સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ સહિત કેટલાક પોલીસકર્મીઓ તેને છાવરતા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અન્નપુર્ણા માર્કેટમાં બેસાડેલા વેપારી પુનિત રાઠોડે સચીન ડાયમંડ પાર્કના વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.9.71 લાખની સાડી ખરીદી પેમેન્ટ કર્યું નહોતું
- પુનિત ઉઠમણું કરવાનો છે તેવી જાણ થતા વેપારીએ તેને પકડયો ત્યારે સીતારામ તેને વચ્ચે પડી છોડાવી ગયો હતો અને વેપારીને ધમકી પણ આપી હતી
સુરત, : સુરતના કાપડબજારમાં ઉઠમણું કરવા પોતાના માણસો બેસાડનાર સીતારામ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.તેણે રીંગરોડ અન્નપુર્ણા માર્કેટમાં બેસાડેલા વેપારીએ સચીન ડાયમંડ પાર્કના વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.9.71 લાખની સાડી ખરીદી પેમેન્ટ કર્યું નહોતું અને તે ઉઠમણું કરવાનો છે તેવી જાણ થતા ડાયમંડ પાર્કના વેપારીએ તેને પકડયો ત્યારે સીતારામ તેને વચ્ચે પડી છોડાવી ગયો હતો અને વેપારીને ધમકી પણ આપી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા પુણા બોમ્બે માર્કેટ રોડ રણુજાધામની બાજુમાં ઈશ્વરનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.9 માં રહેતા 35 વર્ષીય જીગ્નેશભાઇ વલ્લભભાઇ કેવડીયા સચીન ડાયમંડ પાર્ક ઈન્ડસ્ટ્રીઝ ખાતા નં.2055 માં બ્રહ્માણી ટેક્ષટાઈલના નામે સાડીનો વેપાર કરે છે.વર્ષ 2022 માં રીંગરોડ અન્નપુર્ણા ટેક્ષટાઈલ માર્કેટની બહાર તેમની મુલાકાત દલાલ યોગેશ વસાવા સાથે થઈ હતી.પોતાની પાસે સારી પાર્ટી છે અને સમયસર પેમેન્ટ મળશે તેમ કહી યોગેશ જીગ્નેશભાઈને અન્નપુર્ણા ટેક્ષટાઈલ માર્કેટની દુકાન નં.219-220 ખાતે માં અંબે એન્ટરપ્રાઈઝમાં લઈ ગયા હતા.ત્યાં હાજર વેપારી પુનિત રાઠોડ સાથે ઓળખાણ કરાવી યોગેશે વેપાર શરૂ કરાવતા જીગ્નેશભાઈએ પુનિતને 16 જુલાઈથી 2 ઓગષ્ટ 2022 દરમિયાન કુલ રૂ.9,70,736 ની સાડી મોકલી હતી.
જોકે, તેનું પેમેન્ટ કરવાને બદલે પુનિતે વાયદા કર્યા હતા.આથી જીગ્નેશભાઈ મિત્ર હિતેશભાઈ સાથે પુનિતની દુકાને ગયા ત્યારે ત્યાં હાજર રમેશ ઉર્ફે સીતારામ ધનજીભાઇ હીશોરીયા અંગે પૂછ્યું ત્યારે પુનિતે તેમનો પરિચય પોતાના મોટા શેઠ તરીકે આપી આ દુકાન તેમની છે અને માર્કેટમાં મારા જેવી ઘણી દુકાનો તેમની ચાલે છે તેમ કહ્યું હતું.આથી જીગ્નેશભાઈએ સીતારામ પાસે તેમનો મોબાઈલ નંબર માંગ્યો હતો.પણ તેમણે આપવા સ્પષ્ટ ઈન્કાર કરી દઈ દલાલ યોગેશ અને વેપારી પુનિત મારા માણસ છે તેમ કહ્યું હતું.થોડા સમય બાદ પુનિત પોતાનો ધંધો અને દુકાન બંધ કરી ભાગવાની તૈયારીમાં છે તેવી જાણ થતા જીગ્નેશભાઈ, તેમના ભાઈ અને મિત્ર ત્યાં દોડી ગયા હતા અને પુનિતને પકડી લીધો હતો.તે સમયે ત્યાં આવેલા સીતારામે વચ્ચે પડી પુનિતને છોડાવી મારો જ માણસ છે, મેં જ માર્કેટમાં છેતરપિંડી કરવા તેને બેસાડયો છે.તારાથી થાય તે કરી લે, તમે મારુ કંઈ બગાડી નહીં શકો, માલ મેં જ બારોબાર વેચી દીધો છે તેવી ધમકી આપી હતી.
આ અંગે જીગ્નેશભાઈએ પોલીસમાં અરજી કરી હતી.જોકે, તે સમયે પુનિતે ટૂંક સમયમાં પૈસા ચૂકવવાનો વાયદો કર્યો હતો અને અરજી ફાઈલે કરાવી બાદમાં તેણે અને દલાલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને બાદમાં ફરાર થઈ ગયા હતા.થોડા સમય અગાઉ સીતારામ ઝડપાતા જીગ્નેશભાઈએ ગતરોજ સીતારામ, વેપારી પુનિત અને દલાલ યોગેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ પી.કે.મેર કરી રહ્યા છે.
સીતારામને છાવરવા માટે કેટલાક પોલીસકર્મીઓ જ સક્રિય રહેતા હતા
સુરત, :કાપડબજારમાં ઉઠમણું કરવા પોતાના માણસો બેસાડનાર સીતારામ પોતાની વાકછટા દ્વારા પોલીસ અધિકારીઓના નામે ખેલ કરતો હતો.ઉપરાંત, તે સમયે સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ સહિત કેટલાક પોલીસકર્મીઓ તેને છાવરતા હતા.