Vav By-Election: ભાજપની મુશ્કેલીઓ વધી! ચૌધરી પટેલ સમાજનો માવજી પટેલને ટેકો જાહેર
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાભર ખાતે ચૌધરી પટેલ સમાજની જાહેરસભા મળી હતી. આ સભામાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ હાજર રહ્યા હતા. ચૌધરી પટેલ સમાજે સમાજના અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ટેકો જાહેર કર્યો છે. ચૌધરી સમાજને ટિકિટ ના મળતા માવજી પટેલને સમર્થન આપવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું. વાવના અપક્ષ ઉમેદવાર જામાભાઈ પટેલે પણ માવજીભાઈને સમર્થન આપ્યું. ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને ટેકો જાહેર કરતા ભાજપની મુશ્કેલીઓ વધી. વાવ વિધાનસભામાં ચૌધરી પટેલ સમાજના 50 હજાર જેટલા મતદારો છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. માવજીભાઈ પટેલનું ફોર્મ પરત ખેંચાવવા માટે ભાજપના નેતાઓ દોડધામ કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું વાવ અને થરાદમાં ચૌધરી સમાજના આગેવાન અને વાવના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ દ્વારા પણ ભાજપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ, ભાજપે અહીં સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતારતા જ માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભરી લડવાની વાત કરી હતી. ગતરોજ તેમણે જણાવ્યું હતું કે, સૌ કોઈની માગણી હતી કે માવજીભાઈને ટિકિટ મળે. પાર્ટીને જે ગમ્યું હશે તે નિર્ણય કર્યો હશે. લોકોની લાગણી હતી કે, હું ઊભો રહું. હું પ્રજાની લાગણી સંતોષવા માટે ઊભો છું. ભાજપનું કોઈ પ્રેશર ન નડે. પૂર્વ સાંસદ સહિતના નેતાઓ સાથે માવજી પટેલ જોવા મળ્યા માવજી પટેલની શૈક્ષણિક સંસ્થામાં બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને ભાજપ આગેવાન વસંત પુરોહિત સાથે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોવા મળ્યા હતા. જેના બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવેએ પણ બેઠક કરી હતી. ભાજપ આગેવાનોએ માવજી પટેલ સાથે ખાનગી બેઠકને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. કોણ છે માવજી પટેલ? માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. ખેડૂતોના ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ ચીમનભાઈ પટેલ સરકારમાં ચીમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા હતા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી જે તે સમયે માવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટાભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ વર્તમાનમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. જોકે, હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાભર ખાતે ચૌધરી પટેલ સમાજની જાહેરસભા મળી હતી. આ સભામાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ હાજર રહ્યા હતા. ચૌધરી પટેલ સમાજે સમાજના અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ટેકો જાહેર કર્યો છે.
ચૌધરી સમાજને ટિકિટ ના મળતા માવજી પટેલને સમર્થન આપવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું. વાવના અપક્ષ ઉમેદવાર જામાભાઈ પટેલે પણ માવજીભાઈને સમર્થન આપ્યું. ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને ટેકો જાહેર કરતા ભાજપની મુશ્કેલીઓ વધી. વાવ વિધાનસભામાં ચૌધરી પટેલ સમાજના 50 હજાર જેટલા મતદારો છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. માવજીભાઈ પટેલનું ફોર્મ પરત ખેંચાવવા માટે ભાજપના નેતાઓ દોડધામ કરી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું
વાવ અને થરાદમાં ચૌધરી સમાજના આગેવાન અને વાવના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ દ્વારા પણ ભાજપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ, ભાજપે અહીં સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતારતા જ માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભરી લડવાની વાત કરી હતી. ગતરોજ તેમણે જણાવ્યું હતું કે, સૌ કોઈની માગણી હતી કે માવજીભાઈને ટિકિટ મળે. પાર્ટીને જે ગમ્યું હશે તે નિર્ણય કર્યો હશે. લોકોની લાગણી હતી કે, હું ઊભો રહું. હું પ્રજાની લાગણી સંતોષવા માટે ઊભો છું. ભાજપનું કોઈ પ્રેશર ન નડે.
પૂર્વ સાંસદ સહિતના નેતાઓ સાથે માવજી પટેલ જોવા મળ્યા
માવજી પટેલની શૈક્ષણિક સંસ્થામાં બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને ભાજપ આગેવાન વસંત પુરોહિત સાથે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોવા મળ્યા હતા. જેના બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવેએ પણ બેઠક કરી હતી. ભાજપ આગેવાનોએ માવજી પટેલ સાથે ખાનગી બેઠકને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
કોણ છે માવજી પટેલ?
માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. ખેડૂતોના ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ ચીમનભાઈ પટેલ સરકારમાં ચીમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા હતા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી જે તે સમયે માવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટાભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ વર્તમાનમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. જોકે, હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.