કપાસના ઉત્પાદનમાં ગુજરાત 2 વર્ષથી અગ્રેસર, રાજ્યસભામાં મંત્રીએ આપ્યો જવાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત છેલ્લા 2 વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. રાજ્યએ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અને 2023-24 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અનુક્રમે 87.95 લાખ બેલ અને 90.57 લાખ બેલ કપાસનું ઉત્પાદન કર્યું, જ્યારે ભારતનું કુલ ઉત્પાદન 336.60 લાખ બેલ અને 325.22 લાખ બેલ હતું. વધુમાં, 2023-24માં ગુજરાતે ભારતના કુલ કપાસનાં ટેક્સટાઈલ નિકાસમાં લગભગ 30% પ્રદાન આપ્યું હતું.
રાજ્યસભામાં મળી જાણકારી
આ જાણકારી કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્યમંત્રી પબિત્રા મર્ગેરિટાએ 13 ડિસેમ્બરે રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. મંત્રીએ આપેલા નિવેદન મુજબ ભારતની કુલ કોટન ટેક્સટાઈલ નિકાસ છેલ્લા 2 વર્ષમાં 2022-23 અને 2023-24 દરમિયાન અનુક્રમે 11,085 મિલિયન અમેરિકી ડૉલર અને 12,258 મિલિયન ડૉલર રહી હતી, જ્યારે ગુજરાતની કુલ કપાસની ટેક્સટાઈલ નિકાસ અનુક્રમે 2,835 મિલિયન અને 3,615 મિલિયન ડૉલર રહી હતી.
મંત્રીએ આપેલા નિવેદન મુજબ ટેક્સટાઈલ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એપરલ/ગાર્મેન્ટ્સ અને મેડ-અપ્સના નિકાસ પર રાજ્ય અને કેન્દ્રના કર અને શુલ્ક પર રિબેટ (RoSCTL) યોજનાનો અમલ કરી રહી છે. વધુમાં, જે ટેક્સટાઈલ ઉત્પાદનો ROSCTL હેઠળ આવતાં નથી, તેને અન્ય ઉત્પાદનો સાથે રીમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઑન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (RoDTEP) હેઠળ આવરી લેવામાં આવે છે, મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. ભારતે વિવિધ વાણિજ્યિક ભાગીદારો સાથે 14 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTAs) અને 6 પ્રેફરેન્સિઅલ ટ્રેડ એગ્રીમેન્ટ (PTAs) પર હસ્તાક્ષર કર્યા છે.
કપાસની અનેક જાતોનો થાય છે સમાવેશ
આ સાથે જ 29 mm અને 30 mm લોંગ-સ્ટેપલ કપાસની પ્રીમિયમ ભારતીય બ્રાન્ડ 'કસ્તુરી કપાસ ભારત'ને ટેક્સટાઈલ મંત્રાલય અને ઉદ્યોગ વચ્ચે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પહેલમાં અત્યાર સુધીમાં 464 એકમો જોડાયા છે. 30 ઓક્ટોબર, 2024 સુધીમાં 47,600 બેલ્સ કસ્તુરી કપાસ લેબલ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે. ICAR-કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા (CICR), નાગપુરે છેલ્લા દાયકામાં 333 કપાસની જાતો રજૂ કરી છે, જેમાં 191 નોન-બીટી અને 142 બીટી કપાસની જાતો સમાવેશ થાય છે. ICAR-CICR દ્વારા લેવામાં આવેલી અન્ય પહેલો પ્રોજેક્ટમાં વોલન્ટરી કાર્બન માર્કેટ પ્રોજેક્ટ, જનોમ એડિટિંગ, ટ્રાંસજેનીક સંશોધન, HDPS ટેક્નોલોજી સ્કેલિંગ, રેસિસ્ટન્સ માટે બ્રીડિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, જે ભારતમાં કપાસના ઉત્પાદન અને સસ્ટેનેબિલિટી સુધારવા માટે બનાવવામાં આવ્યા છે.
What's Your Reaction?






