એ આજનો ગોજારો દિવસઃ મચ્છુનાં પાણી સેંકડો જિંદગીને તાણી ગયા'તા

મોરબીની મચ્છુ જળ હોનારતને ૪૫ વર્ષ વિત્યા, કારમી યાદો અકબંધ'૨૫૦૦૦ લોકોના મોત'નો આંકડો આજે પણ માત્ર અનુમાન, મચ્છુ હોનારત કુદરતી કે માનસર્જિત? એ પણ કોયડોમોરબી પંથકમાં ત્રણ દિવસનાં અનરાધાર વરસાદથી ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯નાં દિવસે બપોરે ૩.૧૫ વાગ્યે મચ્છુ-૨ ડેમ તૂટયો, ને સર્જાયું ભયાવહ મોતનું તાંડવમોરબી: ૪૫ વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને જયારે મચ્છુ-૨ ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને ૪૫-૪૫ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. તા. ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ના હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ દિવસ અને સમય હતો બપોરે ૩.૧૫ નો જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ ૨ ડેમ તુટયો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે ૦૩ થ ૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડયા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.એ ગોઝારો તા. ૧૧-૦૮-૧૯૭૯નો દિવસ જેમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ સમાવી શક્યો ના હતો અને આખરે બપોરે ડેમ તુટયો અને જોતજોતામાં ૩.૩૦ વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરુ થઇ ચુક્યું હતું. માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓએ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાંઈ પણ સમજે તે પહેલા તો પાણી ક્યાંય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિઃસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડયા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની  ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા.એ તો ઠીક આજે મચ્છુ જળ હોનારતના ૪૫ વર્ષ બાદ પણ માનવ મૃત્યુનો આંકડો મળ્યો નથી. માત્ર ૨૫૦૦૦  મોતના અનુમાન લાગી રહ્યા છે. વળી, મચ્છુ હોનારત કુદરતી હતી કે માનવીય ભૂલના કારણએ સર્જાઈ હતી? એ જવાબ પણ મળ્યો નથી.૧૧ સભ્યો તણાઈ ગયા, એ કેવી રીતે ભૂલી શકાયઃ દુધીબેન ૪૨ વર્ષ પૂર્વેના એ દિવસને આજે યાદ કરતા દુધીબેન પ્રજાપતિ હિબકે ચડી જાય છે અને રડતા-રડતા એ દિવસને યાદ કરી જણાવે છે કે મોરબીનો ડેમ તુટયો ત્યારે તહેવાર હોવાથી પરિવાર મામાને ઘરે ગયું હતું. જ્યાંથી પરત ફરતી વેળાએ પાણી આવવા લાગ્યા હતા. જેથી એક ઓફિસમાં ગયા હતા પરંતુ ઓફિસમાં પાણી ભરાઈ જતા પરિવારના ૧૧ સભ્યએ એક સાથે જીવ ગુમાવ્યા હતા. પરિવારના ૧૧ સભ્યો હવે હયાત નથી તેની બીજા દિવસે જાણ થઈ હતી.બે બાળકો તણાઈ ગયા, એકને જાનવર કરડી ગયું થ ગંગાબેન ગંગાબેન રબારી અને તેના પતિની નજરની સામે પાણી તેના બે બાળકોને તાણી લઇ ગયું હતું. ગંગાબેન એ દિવસને યાદ કરતા જણાવે છે કે એક બાળક તેણે, એક તેના પતિએ અને એક સસરાએ તેડયું હતું અને પાણીથી બચવા ટેલીફોનના થાંભલા પકડી જીવ બચાવવા ફાફા મારતા હતા ત્યારે પાણીમાં જાનવર કરડી જતા એક બાળકનું મોત થયું હતું તો બે બાળકો માતા-પિતાની આંખ સામે પાણીમાં તણાઈ ગયા હતા. કુદરતે તેમને બચાવી લીધા પરંતુ ત્રણ ત્રણ બાળકો છીનવાઈ ગયા હતા, તે દિવસને કેવી રીતે ભૂલી શકાય તેમ જણાવ્યું હતું.મોરબીમાં આજે દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મચ્છુ જળ હોનારતની યાદમાં દર વર્ષે મૌન રેલી યોજાય છે. આજે પણ પરંપરાગત મૌન રેલી યોજાશે, જે નગરપાલિકા કચેરી ખાતેથી શરુ થશે. ૨૧ સાયરનની સલામી સાથે મૌન રેલી શરુ થશે, જે નગર દરવાજા, પરાબજાર સહિતના વિસ્તારમાં ફરીને મણી મંદિર ખાતે પૂર્ણ થશે જ્યાં મૃતકોની યાદમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

એ આજનો ગોજારો દિવસઃ મચ્છુનાં પાણી સેંકડો જિંદગીને તાણી ગયા'તા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મોરબીની મચ્છુ જળ હોનારતને ૪૫ વર્ષ વિત્યા, કારમી યાદો અકબંધ

'૨૫૦૦૦ લોકોના મોત'નો આંકડો આજે પણ માત્ર અનુમાન, મચ્છુ હોનારત કુદરતી કે માનસર્જિત? એ પણ કોયડો

મોરબી પંથકમાં ત્રણ દિવસનાં અનરાધાર વરસાદથી ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯નાં દિવસે બપોરે ૩.૧૫ વાગ્યે મચ્છુ-૨ ડેમ તૂટયો, ને સર્જાયું ભયાવહ મોતનું તાંડવ

મોરબી: ૪૫ વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને જયારે મચ્છુ-૨ ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને ૪૫-૪૫ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. તા. ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ના હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી. 

૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ દિવસ અને સમય હતો બપોરે ૩.૧૫ નો જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ ૨ ડેમ તુટયો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે ૦૩ થ ૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડયા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

એ ગોઝારો તા. ૧૧-૦૮-૧૯૭૯નો દિવસ જેમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ સમાવી શક્યો ના હતો અને આખરે બપોરે ડેમ તુટયો અને જોતજોતામાં ૩.૩૦ વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરુ થઇ ચુક્યું હતું. માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓએ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. 

હજારો માનવ જિંદગીઓ કાંઈ પણ સમજે તે પહેલા તો પાણી ક્યાંય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિઃસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડયા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની  ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા.

એ તો ઠીક આજે મચ્છુ જળ હોનારતના ૪૫ વર્ષ બાદ પણ માનવ મૃત્યુનો આંકડો મળ્યો નથી. માત્ર ૨૫૦૦૦  મોતના અનુમાન લાગી રહ્યા છે. વળી, મચ્છુ હોનારત કુદરતી હતી કે માનવીય ભૂલના કારણએ સર્જાઈ હતી? એ જવાબ પણ મળ્યો નથી.

૧૧ સભ્યો તણાઈ ગયા, એ કેવી રીતે ભૂલી શકાયઃ દુધીબેન 

૪૨ વર્ષ પૂર્વેના એ દિવસને આજે યાદ કરતા દુધીબેન પ્રજાપતિ હિબકે ચડી જાય છે અને રડતા-રડતા એ દિવસને યાદ કરી જણાવે છે કે મોરબીનો ડેમ તુટયો ત્યારે તહેવાર હોવાથી પરિવાર મામાને ઘરે ગયું હતું. જ્યાંથી પરત ફરતી વેળાએ પાણી આવવા લાગ્યા હતા. જેથી એક ઓફિસમાં ગયા હતા પરંતુ ઓફિસમાં પાણી ભરાઈ જતા પરિવારના ૧૧ સભ્યએ એક સાથે જીવ ગુમાવ્યા હતા. પરિવારના ૧૧ સભ્યો હવે હયાત નથી તેની બીજા દિવસે જાણ થઈ હતી.

બે બાળકો તણાઈ ગયા, એકને જાનવર કરડી ગયું થ ગંગાબેન 

ગંગાબેન રબારી અને તેના પતિની નજરની સામે પાણી તેના બે બાળકોને તાણી લઇ ગયું હતું. ગંગાબેન એ દિવસને યાદ કરતા જણાવે છે કે એક બાળક તેણે, એક તેના પતિએ અને એક સસરાએ તેડયું હતું અને પાણીથી બચવા ટેલીફોનના થાંભલા પકડી જીવ બચાવવા ફાફા મારતા હતા ત્યારે પાણીમાં જાનવર કરડી જતા એક બાળકનું મોત થયું હતું તો બે બાળકો માતા-પિતાની આંખ સામે પાણીમાં તણાઈ ગયા હતા. કુદરતે તેમને બચાવી લીધા પરંતુ ત્રણ ત્રણ બાળકો છીનવાઈ ગયા હતા, તે દિવસને કેવી રીતે ભૂલી શકાય તેમ જણાવ્યું હતું.

મોરબીમાં આજે દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે 

મચ્છુ જળ હોનારતની યાદમાં દર વર્ષે મૌન રેલી યોજાય છે. આજે પણ પરંપરાગત મૌન રેલી યોજાશે, જે નગરપાલિકા કચેરી ખાતેથી શરુ થશે. ૨૧ સાયરનની સલામી સાથે મૌન રેલી શરુ થશે, જે નગર દરવાજા, પરાબજાર સહિતના વિસ્તારમાં ફરીને મણી મંદિર ખાતે પૂર્ણ થશે જ્યાં મૃતકોની યાદમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.