Ahmedabad: રાત્રે 12 વાગ્યા સુધી PIને પોલીસ સ્ટેશન ન છોડવા કમિશનરના આદેશ
અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે મોટો આદેશ આપ્યો છે. શહેરમાં ગણેશ મહોત્સવને લઈને PIને પોલીસ સ્ટેશન ન છોડવા પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે. 17 સપ્ટેમ્બર સુધી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં જ હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.લોકેશનથી તપાસ કરતા 17 PI પોલીસ સ્ટેશનમાં ગેરહાજર જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે લોકેશનથી તપાસ કરતા સતત બીજા દિવસે 17 PI પોલીસ સ્ટેશનમાં ગેરહાજર જોવા મળ્યા હતા અને આ 17 ગુલ્લીબાજા PI પોલીસ સ્ટેશનના બદલે ઘરે આરામ કરી રહ્યા હતા. એક દિવસ અગાઉ તપાસ કરતા 7 PI હાજર જોવા મળ્યા ન હતા. ત્યારે અનેક પોલીસ સ્ટેશનના PI કોમ્બિંગમાં હાજર હોવા છતાં રિપોર્ટમાં ગેરહાજર દર્શાવ્યા છે. કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી સામે આવી ત્યારે આશ્ચર્યની વાત એ છે કે શહેર પોલીસની વિરોધાભાષી કામગીરી પણ જોવા મળી છે. અગાઉ PIના લોકેશન તપાસ કરતા સેકટર 2ના એક પણ PIનું લોકેશન પુછાયુ ન હતું અને કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી પણ સામે આવી હતી. જે અંગે પણ હાલમાં ઈન્કવાયરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલરૂમના લોકેશન લેવા અપાયેલી સૂચનામાં તમામ પોલ ખુલ્લી પડી ગઈ છે. પંચમહાલના ગોધરામાં આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા ગોધરામાં આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા યોજાશે. ત્યારે ઐતિહાસિક એવી ગણેશ વિસર્જન યાત્રા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષોની પરંપરા મુજબ ગોધરા શહેરમાં માત્ર 5 જ દિવસની ગણેશ સ્થાપના થાય છે. 5 દિવસના અતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળ્યા બાદ રામસાગર તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે આ યાત્રા દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિછનીય ઘટના ના બને તેને લઈને મોટી સંખ્યામાં પોલીસ, SRP, ડ્રોન સર્વેલન્સ, ઘોડે સવાર પેટ્રોલિંગ, ધાબા પોઈન્ટ ગોઠવી દેવાયો છે. આ સમગ્ર બંદોબસ્તમાં 3 એસપી, 12 જેટલા ડીવાયએસપી, 43 પીઆઈ, 96 પીએસઆઈ, 3077 જેટલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ આ વિસર્જન યાત્રાની સુરક્ષામાં ગોઠવાશે. ઉલ્લેખનીય છે કે વિસર્જન યાત્રાની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ શહેરના વિસર્જન યાત્રાના રૂટ પર નીકળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે મોટો આદેશ આપ્યો છે. શહેરમાં ગણેશ મહોત્સવને લઈને PIને પોલીસ સ્ટેશન ન છોડવા પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે. 17 સપ્ટેમ્બર સુધી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં જ હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
લોકેશનથી તપાસ કરતા 17 PI પોલીસ સ્ટેશનમાં ગેરહાજર જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે લોકેશનથી તપાસ કરતા સતત બીજા દિવસે 17 PI પોલીસ સ્ટેશનમાં ગેરહાજર જોવા મળ્યા હતા અને આ 17 ગુલ્લીબાજા PI પોલીસ સ્ટેશનના બદલે ઘરે આરામ કરી રહ્યા હતા. એક દિવસ અગાઉ તપાસ કરતા 7 PI હાજર જોવા મળ્યા ન હતા. ત્યારે અનેક પોલીસ સ્ટેશનના PI કોમ્બિંગમાં હાજર હોવા છતાં રિપોર્ટમાં ગેરહાજર દર્શાવ્યા છે.
કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી સામે આવી
ત્યારે આશ્ચર્યની વાત એ છે કે શહેર પોલીસની વિરોધાભાષી કામગીરી પણ જોવા મળી છે. અગાઉ PIના લોકેશન તપાસ કરતા સેકટર 2ના એક પણ PIનું લોકેશન પુછાયુ ન હતું અને કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી પણ સામે આવી હતી. જે અંગે પણ હાલમાં ઈન્કવાયરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલરૂમના લોકેશન લેવા અપાયેલી સૂચનામાં તમામ પોલ ખુલ્લી પડી ગઈ છે.
પંચમહાલના ગોધરામાં આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા
ગોધરામાં આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા યોજાશે. ત્યારે ઐતિહાસિક એવી ગણેશ વિસર્જન યાત્રા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષોની પરંપરા મુજબ ગોધરા શહેરમાં માત્ર 5 જ દિવસની ગણેશ સ્થાપના થાય છે. 5 દિવસના અતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળ્યા બાદ રામસાગર તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે.
પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ત્યારે આ યાત્રા દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિછનીય ઘટના ના બને તેને લઈને મોટી સંખ્યામાં પોલીસ, SRP, ડ્રોન સર્વેલન્સ, ઘોડે સવાર પેટ્રોલિંગ, ધાબા પોઈન્ટ ગોઠવી દેવાયો છે. આ સમગ્ર બંદોબસ્તમાં 3 એસપી, 12 જેટલા ડીવાયએસપી, 43 પીઆઈ, 96 પીએસઆઈ, 3077 જેટલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ આ વિસર્જન યાત્રાની સુરક્ષામાં ગોઠવાશે. ઉલ્લેખનીય છે કે વિસર્જન યાત્રાની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ શહેરના વિસર્જન યાત્રાના રૂટ પર નીકળી હતી.