એમ.એલ.એ. સંજયસિંહ મહિડાના કાર્યાલયનો વીસીઈઓને ભાજપના વધુ સદસ્ય બનાવવાનો હુકમ
મહુધા વિધાનસભાના કમ્પ્યુટર ઓપરેટરોને ૨૦૦ સભ્યોનો ટાર્ગેટગ્રામ પંચાયતના કર્મચારીઓને સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ આપવા મુદ્દે કોંગ્રેસને વિરોધ કરવામાં રસ નથી, આવેદનપત્ર આપવા ગણ્યાગાઠયા નેતા ગયા નડિયાદ: ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ સભ્યોને જોડવા માટે ભાજપના નેતાઓ દ્વારા વિવિધ કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. તેવામાં મહુધાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા મહુધા વિધાનસભા વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરો (વીસીઈ)ને ભાજપના સદસ્યતા અભિયાનમાં વીસીઈ દીઠ ૨૦૦ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવાનો મેસેજ વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. વીસીઈને ધારાસભ્યની ઓફિસમાં બોલાવીને આદેશ કરાયો હતો.ભાજપના સદસ્યતા અભિયાનમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓને ટાર્ગેટ આપવા મુદ્દે કોંગ્રેસને વિરોધ કરવામાં રસ નથી. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના ગણ્યાગાઠયા જ કાર્યકરો હાજર રહ્યા હતા.મહુધાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા ભાજપ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગ્રામ પંચાયતના વીસીઈને સદસ્યો બનાવવા માટેનો ટાર્ગેટ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતના વીસીઈને ધારાસભ્યની ખાનગી ઓફીસમાં મોકલવા સરપંચ અને તલાટીને દબાણ કરાયું હતું. જ્યાં વીસીઈ સાથે ખાનગી બેઠક કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્યના કાર્યાલય દ્વારા ચાલતા વોટ્સએપ થકી તમામ વીસીઈને સૂચના આપવામાં આવી હતી અને ધારાસભ્યનો નંબર દર્શાવી દરેક વીસીઈ ૨૦૦ સભ્યો બનાવે તેમ આદેશ કરાયો હતો. આ મેસેજ વાયરલ થતાં ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રશેખર ડાભી દ્વારા મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની કાર્યશૈલી વિરૂદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કોંગ્રેસ ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે જિલ્લા પ્રમુખની સાથે મહૂધાના પૂર્વ ધારાસભ્ય સહિતના જૂના જોગીઓ સહિત ગણ્યાગાંઠયા નેતાઓ પહોંચ્યા હતા. જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, લીગલ સેલ, કિસાન મોરચા, મહિલા મોરચા અને યુવા મોરચાના પ્રમુખો સહિતના હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમિતિના મહામંત્રીઓ અને ઉપપ્રમુખ સહિતના કાર્યકર્તાઓ પણ આવ્યા ન હતા. જેથી કોંગ્રેસના કાર્યકરોને રસ ન હોય તેવી સ્થિતિ સામે આવી હતી. કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાની ચર્ચા પ્રદેશ કોંગ્રેસ દ્વારા વર્ષોથી ખેડા જિલ્લામાં સમિતિમાં જૂના જોગીઓને એકહથ્થું જવાબદારી સોંપી રાખી અને અન્ય કાર્યકર્તાઓની અવગણના કરી હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાઓ છે. તેમજ સત્તા પક્ષ સામે આક્રમક વલણ ન ધરાવતા તથા મહત્વની ચૂંટણીઓ સમયે કોંગ્રેસ કાર્યાલયને ખંભાતી તાળા લાગેલા હોવાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહુધા વિધાનસભાના કમ્પ્યુટર ઓપરેટરોને ૨૦૦ સભ્યોનો ટાર્ગેટ
ગ્રામ પંચાયતના કર્મચારીઓને સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ આપવા મુદ્દે કોંગ્રેસને વિરોધ કરવામાં રસ નથી, આવેદનપત્ર આપવા ગણ્યાગાઠયા નેતા ગયા
નડિયાદ: ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ સભ્યોને જોડવા માટે ભાજપના નેતાઓ દ્વારા વિવિધ કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. તેવામાં મહુધાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા મહુધા વિધાનસભા વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરો (વીસીઈ)ને ભાજપના સદસ્યતા અભિયાનમાં વીસીઈ દીઠ ૨૦૦ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવાનો મેસેજ વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. વીસીઈને ધારાસભ્યની ઓફિસમાં બોલાવીને આદેશ કરાયો હતો.ભાજપના સદસ્યતા અભિયાનમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓને ટાર્ગેટ આપવા મુદ્દે કોંગ્રેસને વિરોધ કરવામાં રસ નથી. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના ગણ્યાગાઠયા જ કાર્યકરો હાજર રહ્યા હતા.
મહુધાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા ભાજપ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગ્રામ પંચાયતના વીસીઈને સદસ્યો બનાવવા માટેનો ટાર્ગેટ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ગ્રામ પંચાયતના વીસીઈને ધારાસભ્યની ખાનગી ઓફીસમાં મોકલવા સરપંચ અને તલાટીને દબાણ કરાયું હતું. જ્યાં વીસીઈ સાથે ખાનગી બેઠક કરવામાં આવી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્યના કાર્યાલય દ્વારા ચાલતા વોટ્સએપ થકી તમામ વીસીઈને સૂચના આપવામાં આવી હતી અને ધારાસભ્યનો નંબર દર્શાવી દરેક વીસીઈ ૨૦૦ સભ્યો બનાવે તેમ આદેશ કરાયો હતો.
આ મેસેજ વાયરલ થતાં ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રશેખર ડાભી દ્વારા મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની કાર્યશૈલી વિરૂદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
કોંગ્રેસ ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે જિલ્લા પ્રમુખની સાથે મહૂધાના પૂર્વ ધારાસભ્ય સહિતના જૂના જોગીઓ સહિત ગણ્યાગાંઠયા નેતાઓ પહોંચ્યા હતા.
જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, લીગલ સેલ, કિસાન મોરચા, મહિલા મોરચા અને યુવા મોરચાના પ્રમુખો સહિતના હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમિતિના મહામંત્રીઓ અને ઉપપ્રમુખ સહિતના કાર્યકર્તાઓ પણ આવ્યા ન હતા. જેથી કોંગ્રેસના કાર્યકરોને રસ ન હોય તેવી સ્થિતિ સામે આવી હતી.
કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાની ચર્ચા
પ્રદેશ કોંગ્રેસ દ્વારા વર્ષોથી ખેડા જિલ્લામાં સમિતિમાં જૂના જોગીઓને એકહથ્થું જવાબદારી સોંપી રાખી અને અન્ય કાર્યકર્તાઓની અવગણના કરી હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાઓ છે. તેમજ સત્તા પક્ષ સામે આક્રમક વલણ ન ધરાવતા તથા મહત્વની ચૂંટણીઓ સમયે કોંગ્રેસ કાર્યાલયને ખંભાતી તાળા લાગેલા હોવાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.