આગની દુર્ઘટનાઓને લઇ હાઇકોર્ટે સરકારને સવાલ કર્યા છે. ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા કેટલે પહોંચી અને હાઇરાઇઝમાં ફાયર સેફ્ટી કઇ રીતે સુનિશ્ચિત કરશો જેવા પ્રશ્નો પૂછ્યા હતા. TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટનાને લગતી હાઇકોર્ટમાં અરજીની સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં ફાયર ઓફિસરની વિવિધ પદો પરની ભરતી પ્રક્રિયા ઝડપી પૂરી કરવા કહ્યું હતું.
આગની દુર્ઘટનાઓને લઇ હાઇકોર્ટનો સરકારને સવાલ
TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટનાને લગતી હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી જેને સંદર્ભે સુનાવણી ચાલી રહી છે. ત્યારે આજની આ સુનવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકારને આકરા સવાલો કર્યા હતા. રાજ્યમાં બનતી આગની ઘટનાઓ સંદર્ભે સેફ્ટી નિયમોથી લઈ યોગ્ય સ્ટાફની ભરતી મુદ્દે સરકારનો ઉધડો લીધો હતો.
ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા કહ્યું
રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં સિનિયર ફાયર ઓફિસરની જગ્યાઓ ખાલી છે. ત્યારે મોટા શહેરોમાં ફાયરના ઉચ્ચ અધિકારીઓની ભરતી ખાલી હોય તે કેમ ચલાવાય તેવો પ્રશ્ન હાઇકોર્ટે સરકારને કરી ફાયર વિભાગમાં ચાલી રહેલી ભરતી પ્રકિયા કેટલે પહોંચી તેના વિશે માહિતી માંગી હતી. ઉપરાંત ફાયર સેફટી મુદ્દે હાઇકોર્ટે સરકારને હાઇરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી કઈ રીતે સુનિશ્ચિત કરશો તેના વિશે માહિતી માંગી હતી.
હાઇકોર્ટના સવાલ પર સરકારે બાંહેધરી આપી
આગની ઘટનાઓ સંદર્ભે સેફ્ટી નિયમોથી લઈ યોગ્ય સ્ટાફની ભરતી મુદ્દે હાઇકોર્ટના કડક વલણ બાદ સરકારે હાઇકોર્ટને જવાબ આપ્યા હતા. સરકારે કહ્યું હતું કે સેફટી નિયમો મામલે GDCR માં ફેરફાર કરાયા છે. ઉપરાંત 100 મીટર કરતા વધુ ઊંચાઈની બિલ્ડિંગને ફાયર NOC અપાઈ નથી. આ સાથે ભરતી પ્રકિયા ઝડપી કરાશે તેવી બાંહેધરી પણ સરકારે હાઇકોર્ટને આપી હતી.