અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને એજન્ટોએ જ અજ્ઞાાત સ્થળે મોકલી દીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
અમેરિકામાં ટ્રમ્પ સરકારે ગેરકાયદે રીતે પ્રવેશ કરેલા નાગરિકોને હાંકી કાઢવાનું અભિયાન શરુ કર્યું છે. જેમાં લાખો રૃપિયા ખર્ચીને બોર્ડર ક્રોસ કરીને ગયેલા અમદાવાદ સહિત ગુજરાતના ૭૪ નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. બીજીતરફ જેના થકી અમેરિકા ગયા તે એજન્ટોને પણ આજે નહી તો કાલે પકડાવાનો ડર સતાવી રહ્યો હોવાથી એજન્ટો સક્રિય ભુમકિા ભજવી રહ્યા છે અને પરત આવેલા આ લોકો ઘરમાં રહેવાના બદલે બીજે જતા રહે તેવી ગોઠવણ કરી છે જેથી એજન્ટોનો ભાંડો ફૂટે નહી, પોલીસ માટે આ વાત પડકાર જનક બની છે.
લાખો રૃપિયા વેડફાયા પછી પરત આવવું પડતા ગુજરાતીઓ ભારે હતાશામાં આવી ગયા છે
રૃપિયા કમાવાની ઘેલછામાં ગુજરાત સહિત ભારતના નાગરિકો લાખો રૃપિયા ખર્ચીને એજન્ટો દ્વારા બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદે રીતે અમેરિકામાં ગયા હતા જો કે અમેરિકન સરકારે તેઓને પકડી પકડીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






