'અમને છેલ્લા પાંચ વર્ષથી પ્રમોશન નથી મળ્યું...', પડતર માંગણી મુદ્દે સુરત પાલિકાના કર્મચારીઓના દેખાવો
Surat Municipal Corporation Protested : સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણી મુદ્દે સુરત મનપાના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની નારાજગી દર્શાવી હતી. આ કર્મચારીઓએ વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ 900થી વધુ ભરવા અને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારની માંગણી કરી હતી. સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં 900થી વધુ ખાલી જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો. વર્ગ 4ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ 3માં ભરતી પણ છેલ્લા નવ મહિનાથી અટકેલી છે. આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક્ક વર્ગ 4ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે, તેમને વર્ગ 3ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે, જેના કારણે નારાજગી વધી છે.તો સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જો માગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Municipal Corporation Protested : સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણી મુદ્દે સુરત મનપાના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની નારાજગી દર્શાવી હતી. આ કર્મચારીઓએ વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ 900થી વધુ ભરવા અને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારની માંગણી કરી હતી.
સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં 900થી વધુ ખાલી જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો. વર્ગ 4ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ 3માં ભરતી પણ છેલ્લા નવ મહિનાથી અટકેલી છે. આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક્ક વર્ગ 4ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે, તેમને વર્ગ 3ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે, જેના કારણે નારાજગી વધી છે.
તો સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જો માગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.