અમદાવાદ: હોટેલ હિલ્લોક પાસેનો કટ બંધ કરાતા લોકોનો રોષ, ડિવાઈડર ખોલાવવા રહીશોએ શરૂ કર્યું સિગ્નેચર કેમ્પેઇન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટેલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસ તંત્ર દ્વારા આ કટને બ્લોક કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજે (આઠમી ફેબ્રુઆરી) ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોએ રસ્તા પર ઉતરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે. લોકોનો આક્ષેપ છે કે રાજકીય નેતાઓની અગવડતા દૂર કરવા માટે સામાન્ય જનતાની સુવિધા છીનવી લેવામાં આવી છે.
ડિવાઈડર કટ ખોલાવવા કેન્દ્રીય ગૃહમંત્રી સુધી રજૂઆત
આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમણે 3થી 4 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

