અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકે PIની ગાડીનો કચ્ચરઘાણ કાઢ્યો, પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે PIની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પોલીસની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આજે બુધવારે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાલુપુર સર્કલથી સારંગપુર તરફ જતા બીબીસી માર્કેટ નજીક નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સારંગપુર વિસ્તારમાં વહેલી સવારે લગભગ 3:00 વાગ્યે PIની કારને એક ટ્ર્ક ચાલકે ગંભીર રીતે ટક્કર મારી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ટ્રકચાલક અલ્કેશકુમાર કટારાની ધરપકડ કરવામાં આવી છે.
What's Your Reaction?






