અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલે પોલીસે યુવતીના પરિવારજનો સાથે મુલાકાત ગોઠવી હતી. જોકે, પ્રેમલગ્નથી નારાજ યુવતીની માતા, ભાઈ અને બહેન સહિતના પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની અંદર તેમજ બહાર દીકરી અને જમાઈ સાથે મારામારી કરી હોબાળો મચાવ્યો હતો અને જાહેર શાંતિનો ભંગ કર્યો હતો. ગુમ થયેલી દીકરી પ્રેમલગ્ન કરીને યુવક સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં જ ઉશ્કેરાયેલા પરિવારજનોએ ત્યાં હંગામો કર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

