હાપાના જલારામ મંદિરમાં 111 પ્રકારના રોટલાના અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો

Jamnagar News : જામનગરના હાપા સ્થિત જલારામ મંદિર ખાતે આજે શુક્રવારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 13મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે ગિનિશ બુકમાં સ્થાન ધરાવનાર વિશ્વવિક્રમી 7X7 ફૂટનો વિશાળ કદનો રોટલો પણ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, વિક્રમ સંવત 1820ની તારીખ 17 જાન્યુઆરીના માતૃશ્રી વીરબાઈ તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્ર આજે પણ વિશ્વભરમાં અજોડ છે, ત્યારે આજે શુક્રવારે આ અન્નક્ષેત્રના શુભારંભની ઉજવણીના ભાગરૂપે જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા સતત 13મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન અનેક ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા.

હાપાના જલારામ મંદિરમાં 111 પ્રકારના રોટલાના અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jalaram Temple, Hapa

Jamnagar News : જામનગરના હાપા સ્થિત જલારામ મંદિર ખાતે આજે શુક્રવારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 13મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે ગિનિશ બુકમાં સ્થાન ધરાવનાર વિશ્વવિક્રમી 7X7 ફૂટનો વિશાળ કદનો રોટલો પણ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ, વિક્રમ સંવત 1820ની તારીખ 17 જાન્યુઆરીના માતૃશ્રી વીરબાઈ તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્ર આજે પણ વિશ્વભરમાં અજોડ છે, ત્યારે આજે શુક્રવારે આ અન્નક્ષેત્રના શુભારંભની ઉજવણીના ભાગરૂપે જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા સતત 13મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન અનેક ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા.