હરિદ્વારમાં આસ્થાનો મહાકુંભ: હજારો સુરતીઓ સહિત લાખો ભક્તોએ કર્યું અધિક અગિયારસનું ગંગાસ્નાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Haridwar Ganga Snan: અધિક માસ ની વર્ષો જૂની પરંપરા નિભાવવા 12થી 15 દિવસના ધાર્મિક પ્રવાસે નીકળેલા હજારો સુરતી અને ગુજરાતી ભક્તોની આસ્થા અગિયારસે હરિદ્વારના પવિત્ર ગંગા તટ પર છલકાઈ ઊઠી હતી. હરકી પેઢીના બ્રહ્મકુંડ માં ગંગાસ્નાન કરી ભક્તોએ પુણ્ય લાભ મેળવ્યો હતો. પુરુષોત્તમ માસમાં ગંગાસ્નાન વિશેષ મહત્ત્વને કારણે ગંગા તટ ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો, જે સુરતીઓ અને ગુજરાતીઓની અડગ ધાર્મિક પરંપરા અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ બન્યો હતો. આજે અગિયારસ ના દિવસે ગંગા તટે ઉમટેલી ભક્તોની વિશાળ ભીડ એ વાતનો જીવંત પુરાવો બની કે સુરતીઓ અને ગુજરાતીઓમાં ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની શ્રદ્ધા સમય સાથે વધુ પ્રગાઢ બની છે.
હાલ ચાલી રહેલા અધિક માસમાં વિવિધ ધાર્મિક સ્થળના દર્શન અને નદીના સ્નાન સાથે અગિયારસના દિવસે ગંગા સ્નાન નું વિશેષ મહત્વ હોવાથી સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી હજારો ભક્તો હરિદ્વાર પહોંચ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

