સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા મ્યુનિ.કોર્પોરેશન સાથે જોડાયેલા શહેરો સુરેન્દ્રનગર કોર્પોરેશન તથા સાવલી, શિહોર, જામરાવલ અને લીંબડી નગરપાલિકા વચ્ચે આજરોજ એમઓયુ કરાયા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં રાજ્યમાં ટોપ પરફોર્મન્સ બતાવનાર કોર્પોરેશનો અને નગરપાલિકાઓ (મેન્ટર સિટીઝ) અને નબળું પરફોર્મન્સ દાખલવનાર કોર્પોરેશન અને નગરપાલિકાઓ (મેન્ટી સિટીઝ) તરીકે વિભાજિત કરાઇ છે.
સ્વચ્છ શહેર જોડી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પરસ્પર સહકાર દ્વારા સ્વચ્છતા સંબંધિત સેવાઓમાં સુધારો લાવવાનું છે. આ પહેલ હેઠળ ૧૦૦ દિવસના સમયમાં શહેરો વચ્ચે સહયોગ દ્વારા ચોખ્ખાઇ, કચરો કેવી રીતે અલગ કરવો, કચરાનું પરિવહન, ઘનકચરાનું પ્રોસેસિંગ, સ્વચ્છતા, વપરાયેલા પાણીનું સંચાલન, ગટર સફાઇનું મશીનીકરણ, લોકોમાં સફાઇ માટે જનજાગૃતિ લાવવી, નાગરિકોનો સહયોગ વગેરે મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
What's Your Reaction?






