સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો, જામનગરમાં વધુ બે બાળકોના મોત

કોલેરા,ચાંદીપુરા,ડેંગ્યુ અન્વયે વ્યાપક પરીક્ષણ-સર્વેની જરૂર જામનગરનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર, રાજકોટમાં રાણાવાવનો બાળક દાખલ, ચાંદીપુરા સાથે કોલેરા પણ વધ્યો રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોલેરા પછી ચાંદીપુરા વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.આજે જામનગરની સરકારી હોસ્પિટલમાં બે બાળકોના સારવાર દરમિયાન મોત નીપજતા ચાંદીપુરાથી મૃત્યુ આંક અહીં ૩ ઉપર પહોંચ્યો છે. આ પહેલા રાજકોટમાં પાંચ બાળકોના મૃત્યુ જાહેર થયા હતા. ચાંદીપુરા વાયરસની સાથે મેનેનજાઈટીસના કેસો પણ વધ્યા છે તો મચ્છરનો ઉપદ્રવ વધવા સાથે ડેંગ્યુના કેસો પણ વધ્યા છે ત્યારે આવા રોગનો વ્યાપક સર્વે અને નમુના લઈને ટેસ્ટીંગ કરાય તો સાચો આંકડો બહાર આવવા સાથે દર્દીઓને ત્વરિત સારવાર મળી શકે તેવી લોકમાંગ છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા ર્વર્ષના બાળકને ગઈકાલે ચાંદીપુરાના લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં આજે સવારે તેનુંમૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત લાલપુરના ૧૧ વર્ષ ૮ માસના બાળકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જામનગરમાં ધારાસભ્યએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જામનગરમાં કોલેરાનો પોઝીટીવ કેસ નીલકંઠ આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં નોંધાતા આજુબાજુનો ૨ કિ.મી.નો વિસ્તાર ભયગ્રસ્ત જાહેર કરાયેલ છે. રાજકોટ સિવિલના સૂત્રો અનુસાર આજે રાણાવાવ તાલુકાના ગામમાંથી એક ૪ વર્ષના બાળકને ચાંદીપુરા જેવા લક્ષણાો જણાતા તેને અત્રે દાખળ કરાયેલ છે. આ સાથે ૪ બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે. 

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો, જામનગરમાં વધુ બે બાળકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કોલેરા,ચાંદીપુરા,ડેંગ્યુ અન્વયે વ્યાપક પરીક્ષણ-સર્વેની જરૂર 

જામનગરનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર, રાજકોટમાં રાણાવાવનો બાળક દાખલ, ચાંદીપુરા સાથે કોલેરા પણ વધ્યો 

રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોલેરા પછી ચાંદીપુરા વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.આજે જામનગરની સરકારી હોસ્પિટલમાં બે બાળકોના સારવાર દરમિયાન મોત નીપજતા ચાંદીપુરાથી મૃત્યુ આંક અહીં ૩ ઉપર પહોંચ્યો છે. આ પહેલા રાજકોટમાં પાંચ બાળકોના મૃત્યુ જાહેર થયા હતા. ચાંદીપુરા વાયરસની સાથે મેનેનજાઈટીસના કેસો પણ વધ્યા છે તો મચ્છરનો ઉપદ્રવ વધવા સાથે ડેંગ્યુના કેસો પણ વધ્યા છે ત્યારે આવા રોગનો વ્યાપક સર્વે અને નમુના લઈને ટેસ્ટીંગ કરાય તો સાચો આંકડો બહાર આવવા સાથે દર્દીઓને ત્વરિત સારવાર મળી શકે તેવી લોકમાંગ છે. 

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા ર્વર્ષના બાળકને ગઈકાલે ચાંદીપુરાના લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં આજે સવારે તેનુંમૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત લાલપુરના ૧૧ વર્ષ ૮ માસના બાળકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જામનગરમાં ધારાસભ્યએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જામનગરમાં કોલેરાનો પોઝીટીવ કેસ નીલકંઠ આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં નોંધાતા આજુબાજુનો ૨ કિ.મી.નો વિસ્તાર ભયગ્રસ્ત જાહેર કરાયેલ છે. 

રાજકોટ સિવિલના સૂત્રો અનુસાર આજે રાણાવાવ તાલુકાના ગામમાંથી એક ૪ વર્ષના બાળકને ચાંદીપુરા જેવા લક્ષણાો જણાતા તેને અત્રે દાખળ કરાયેલ છે. આ સાથે ૪ બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે.