Ahmedabad: એક મહિનામાં 11 લૂંટ વીથ મર્ડરના બનાવ,વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ

પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયોઆંકડાકીય રીતે ગુનાખોરી કાબૂ હેઠળ: પોલીસ કમિશનર શહેરમાં એક મહિનામાં 11 ઘટનાઓ લૂંટ વીથ મર્ડરની બની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરીની ઘટનાઓ ઘટી: પોલીસ કમિશનર આ સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે શહેરમાં વધતી જતી ગુનાખોરી મુદ્દે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. પોલીસે કમિશનરે કહ્યું કે ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરીની ઘટનાઓ ઘટી છે. અમુક અમુક વખત ગુનાઓ બની જાય છે અને જે ગુનાઓ બન્યા હોય છે તે ડિટેક્ટ પણ થઈ જાય છે. તાજેત્તરમાં જ બે આંગળીયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હતી તે પણ પોલીસે ડિટેક્ટ કરી લીધી છે. પોલીસ કમિશનરે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં બનેલી અન્ય લૂંટ પણ જલદી જ ડિટેક્ટ થઈ જશે, પોલીસ કર્મચારીઓ આ મામલે કામગીરી કરી જ રહ્યા છે. શહેરમાં આંકડાકીય રીતે ગુનાખોરી કાબૂ હેઠળ છે, કોઈ વખત મોટી લૂંટના બનાવો બની જાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 1 મહિનામાં ઘણી હત્યા સાથે લૂંટની ઘટના અને માત્ર લૂંટની ઘટનાઓ પણ બની છે. એક મહિનામાં 11 ઘટનાઓ લૂંટ વીથ મર્ડરની બની છે અને 2 ઘટનાઓ માત્ર લૂંટની બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 1મહિનામાં થયેલી હત્યા સાથેની લૂંટની ઘટનાઓ 18 જૂન જુહાપુરા મર્ડર 19 જૂન ગોમતીપુર ડબલ મર્ડર 23 જૂન વેજલપુર મર્ડર 6 જુલાઈ ગાયકવાડ હવેલી મર્ડર 7 જુલાઈ નરોડા મર્ડર 7 જુલાઈ કૃષ્ણનગર મર્ડર 7 જુલાઈ શાહપુર મર્ડર 10 જુલાઈ પાલડી મર્ડર 10 જુલાઈ અમરાઈવાડી મર્ડર 13 જુલાઈ સરદારનગર મર્ડર 15 જુલાઈ શહેર કોટડા મર્ડર બે લુંટના બનાવ 10મી જુલાઈના રોજ એલિસબ્રિજમાં ફાયરિંગ સાથે રૂપિયા 40 લાખની લૂંટ 16મી જુલાઈના રોજ ખાડિયામાં ફાયરિંગ સાથે રૂપિયા 56 લાખની લૂંટ

Ahmedabad: એક મહિનામાં 11 લૂંટ વીથ મર્ડરના બનાવ,વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો
  • આંકડાકીય રીતે ગુનાખોરી કાબૂ હેઠળ: પોલીસ કમિશનર
  • શહેરમાં એક મહિનામાં 11 ઘટનાઓ લૂંટ વીથ મર્ડરની બની

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરીની ઘટનાઓ ઘટી: પોલીસ કમિશનર

આ સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે શહેરમાં વધતી જતી ગુનાખોરી મુદ્દે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. પોલીસે કમિશનરે કહ્યું કે ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરીની ઘટનાઓ ઘટી છે. અમુક અમુક વખત ગુનાઓ બની જાય છે અને જે ગુનાઓ બન્યા હોય છે તે ડિટેક્ટ પણ થઈ જાય છે. તાજેત્તરમાં જ બે આંગળીયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હતી તે પણ પોલીસે ડિટેક્ટ કરી લીધી છે.

પોલીસ કમિશનરે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં બનેલી અન્ય લૂંટ પણ જલદી જ ડિટેક્ટ થઈ જશે, પોલીસ કર્મચારીઓ આ મામલે કામગીરી કરી જ રહ્યા છે. શહેરમાં આંકડાકીય રીતે ગુનાખોરી કાબૂ હેઠળ છે, કોઈ વખત મોટી લૂંટના બનાવો બની જાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 1 મહિનામાં ઘણી હત્યા સાથે લૂંટની ઘટના અને માત્ર લૂંટની ઘટનાઓ પણ બની છે. એક મહિનામાં 11 ઘટનાઓ લૂંટ વીથ મર્ડરની બની છે અને 2 ઘટનાઓ માત્ર લૂંટની બની છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 1મહિનામાં થયેલી હત્યા સાથેની લૂંટની ઘટનાઓ

  1. 18 જૂન જુહાપુરા મર્ડર
  2. 19 જૂન ગોમતીપુર ડબલ મર્ડર
  3. 23 જૂન વેજલપુર મર્ડર
  4. 6 જુલાઈ ગાયકવાડ હવેલી મર્ડર
  5. 7 જુલાઈ નરોડા મર્ડર
  6. 7 જુલાઈ કૃષ્ણનગર મર્ડર
  7. 7 જુલાઈ શાહપુર મર્ડર
  8. 10 જુલાઈ પાલડી મર્ડર
  9. 10 જુલાઈ અમરાઈવાડી મર્ડર
  10. 13 જુલાઈ સરદારનગર મર્ડર
  11. 15 જુલાઈ શહેર કોટડા મર્ડર

બે લુંટના બનાવ

  1. 10મી જુલાઈના રોજ એલિસબ્રિજમાં ફાયરિંગ સાથે રૂપિયા 40 લાખની લૂંટ
  2. 16મી જુલાઈના રોજ ખાડિયામાં ફાયરિંગ સાથે રૂપિયા 56 લાખની લૂંટ