સુરતમાં રોગચાળા વચ્ચે તાવ આવ્યા બાદ વધુ બે વ્યક્તિના મોત
- પાંડેસરામાં તાવ આવ્યા બાદ પ્રોઢ અને ઉધનામાં તાવ આવ્યા પછી આઘેડનું મોત થયુંસુરત, :ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના જુદા જુદા વિસ્તારોમાં ઝાડા- ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે પાંડેસરામાં તાવ આવ્યા બાદ પ્રોઢ અને ઉધનામાં તાવ આવ્યા પછી આઘેડનું મોત નીપજ્યું હતુંનવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં વડોદગામમાં મહાવીરનગરમાં રહેતા ૫૫ વર્ષીય વિજયરામ મંદનીરામ ચમાર બે દિવસથી તાવ આવતો હોવાથી દવા લાવતો હતો. જોકે ગત સાંજે તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મુળ બિહારના ઓરંગાબાદના વતની હતા. તે પાંડેસરાની મીલમાં નોકરી કરતો હતો. બીજા બનાવમાં ઉધનામાં પરમાનંદ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય મુલચંદ શંભુનાથ સરોજ બે દિવસથી તાવ અને શરદી સહિતની તકલીફ હતી. જોકે આજે સવારે ઘરમાં અચાનક બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મુળ ઉતરપ્રદેશમાં પ્રતાપગઢના વતની હતા. તેમને ચાર સંતાન છે. તે ડાંઇગ મીલમાં નોકરી કરતા હતા. નોધનીય છે કે, શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લીધે દર્દીઓ સારવાર માટે નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં જઇ રહ્યા હોવાનું સુત્રો જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પાંડેસરામાં તાવ આવ્યા બાદ પ્રોઢ અને ઉધનામાં તાવ આવ્યા પછી આઘેડનું મોત થયું
સુરત, :
ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના જુદા જુદા વિસ્તારોમાં ઝાડા- ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે પાંડેસરામાં તાવ આવ્યા બાદ પ્રોઢ અને ઉધનામાં તાવ આવ્યા પછી આઘેડનું મોત નીપજ્યું હતું
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં વડોદગામમાં મહાવીરનગરમાં રહેતા ૫૫ વર્ષીય વિજયરામ મંદનીરામ ચમાર બે દિવસથી તાવ આવતો હોવાથી દવા લાવતો હતો. જોકે ગત સાંજે તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મુળ બિહારના ઓરંગાબાદના વતની હતા. તે પાંડેસરાની મીલમાં નોકરી કરતો હતો. બીજા બનાવમાં ઉધનામાં પરમાનંદ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય મુલચંદ શંભુનાથ સરોજ બે દિવસથી તાવ અને શરદી સહિતની તકલીફ હતી. જોકે આજે સવારે ઘરમાં અચાનક બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મુળ ઉતરપ્રદેશમાં પ્રતાપગઢના વતની હતા. તેમને ચાર સંતાન છે. તે ડાંઇગ મીલમાં નોકરી કરતા હતા. નોધનીય છે કે, શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લીધે દર્દીઓ સારવાર માટે નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં જઇ રહ્યા હોવાનું સુત્રો જણાવ્યું હતું.