સોમનાથમાં આજે ગંગા અવતરણ પૂજા, મહા આરતી, ત્રિવેણી ઘાટને સુશોભન

May 25, 2026 - 01:00
સોમનાથમાં આજે ગંગા અવતરણ પૂજા, મહા આરતી, ત્રિવેણી ઘાટને સુશોભન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમનાથમા આજે તા.25ના ગંગા દશેરાના પવિત્ર અવસર પર ગંગા અવતરણ પૂજા અનેમહા આરતી કરવામાં આવશે. આ તકે ત્રિવેણી સંગમ ઉપર ઘાટના પગથીયાને કલર કરી સુશોભિત કરવામાં આવ્યા છે.

અધિક જ્યેષ્ઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્ર્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ યાદવો ની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્ર્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે. મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0