Ahmedabad News: બાવળા નજીક GRI કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ટીમોએ આગ પર મેળવ્યો કાબૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલી જાણીતી GR Infra કંપનીના પરિસરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ત્વરિત ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.
અમદાવાદ, બાવળા અને ધોળકાથી 6 ફાયર ટેન્ડર સ્થળ પર
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી 3 અને સ્થાનિક (બાવળા તથા ધોળકા) વિસ્તારમાંથી 3 મળી કુલ 6 ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોના કાફલા દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
15મી ઓગસ્ટની રજા હોવાથી જાનહાનિ ટળી
આજે સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાના કારણે કંપનીની અંદર કોઈ કામદારો કે કર્મચારીઓ હાજર ન હતા. ફેક્ટરી બંધ હોવાના કારણે એક મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી ગઈ છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આગનું કારણ જાણવા તપાસ શરૂ
આગ કયા કારણોસર લાગી જેમ કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ તે અંગેની પ્રાથમિક વિગતો મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ હોનારતમાં કંપનીમાં રહેલ માલ-સામાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે, તેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - 16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

