Ahmedabad News : સર્જરી બાદ 21 વર્ષીય યુવરાજ નડીયાનું મોત, પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકનું અકસ્માત થયા બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકના પગની સર્જરી કરવાની ફરજ પડી હતી. ઓપરેશન બાદ અચાનક યુવકની તબિયત લથડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા
21 વર્ષીય નવજુવાન યુવરાજના અચાનક થયેલા મોતને પગલે તેના પરિવારજનો અને સગા-સંબંધિઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સર્જરી દરમિયાન કે સર્જરી બાદ યોગ્ય સંભાળ ન રાખવાના કારણે જ યુવરાજનું મોત થયું છે. પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
આ ગંભીર બનાવની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ત્વરિત હરકતમાં આવ્યા હતા. તેમણે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત જ તપાસના આદેશો જારી કર્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, કયા સંજોગોમાં અને કયા કારણોસર યુવકનું મોત નીપજ્યું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

