Morbi News: હળવદના વેગડવાવમાં વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરની વાતો ફગાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા વેગડવાવ ગામે ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને યોગ્ય વળતર મેળવવા બાબતે ખેડૂતોનો વિરોધ વધુ આકરો બન્યો છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા વેગડવાવના ખેડૂતો વળતર બાબતે સહમત હોવાની જાહેરાત સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જોકે, વેગડવાવના સ્થાનિક ખેડૂતોએ એકત્ર થઈને કલેક્ટરના આ દાવો અને પ્રેસ કોન્ફરન્સનો સ્પષ્ટપણે અસ્વીકાર કર્યો છે.
ભાવેશ ચાવડાએ એમઆરસી કમિટી અંગે કર્યો ખુલાસો
આ વિવાદ વચ્ચે સ્થાનિક ખેડૂત ભાવેશ ચાવડાએ મહત્વનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હું કોઈ પણ પ્રકારની MRC કમિટીમાં સામેલ નથી. મેં જે પણ નિર્ણય લીધો છે, તે માત્ર અને માત્ર મારા પોતાના 3 સર્વે નંબરની જમીન પૂરતો જ મર્યાદિત છે. સમગ્ર ગામ કે અન્ય ખેડૂતો વતી પ્રતિનિધિત્વ કરવાનો મારો કોઈ અધિકાર નથી.

સત્યાગ્રહ છાવણી સાથે બેઠક અને ભાજપ પ્રવેશબંધીના બેનર
વેગડવાવ ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણીના આગેવાનો અને ખેડૂતો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ખેડૂતોએ એકસૂરે જાહેર કર્યું હતું કે, તેઓ ગુજરાત સત્યાગ્રહ છાવણીના આંદોલન સાથે જ મક્કમતાથી ઊભા છે. પોતાનો વિરોધ નોંધાવવા માટે ખેડૂતોએ ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી દર્શાવતા બેનરો લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

યોગ્ય વળતરની માગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચીમકી
ખાનગી કંપની દ્વારા જમીનના બદલામાં વાજબી અને યોગ્ય વળતર આપવામાં આવે તે માગ પર ખેડૂતો અડગ છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને તેઓ પોતાની જમીન પર કોઈ પણ પ્રકારનું અન્યાયી કામગીરી થવા દેશે નહીં.
આ પણ વાંચો - 16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

