સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે સરકારનો પ્લાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sanand GIDC Luxury Hotel Plot Auction : ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ઉભરી રહેલા સાણંદમાં માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રીમિયમ હોટલ માટે ફાળવવામાં આવેલા પ્લોટની હરાજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
5 એકરમાં આકાર લેશે લક્ઝરી હોટલ
સાણંદ જીઆઈડીસીમાં અંદાજિત 20,168 ચોરસ મીટર એટલે કે 5 એકર જેટલી વિશાળ જમીન હોટલ નિર્માણ માટે અનામત રાખવામાં આવી હતી. 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયેલી ઈ-હરાજીમાં મહત્તમ બીડ લગાવનાર ડેવલપરને આ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

