સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 51મી નાટ્ય સ્પર્ધામાં પ્રેક્ષકો શોધવા પડે તેવી હાલત થઈ ગઈ છે. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પહેલા દિવસે નાટ્યગૃહમાં ખાલી ખુરશીના ફોટા સાથે પાલિકાના વિપક્ષે આ સ્પર્ધાને કલાકારોનું અપમાન ગણાવ્યું હતું. સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, કેટલાક આળસુ અધિકારીઓની જાહેરાતના અભાવે પબ્લિક સુધી નાટક સ્પર્ધાની માહિતી પહોંચતી ન હોય આ માત્ર તમાશો બની ગઈ છે.
સુરત મહાનગરપાલિકા રાજ્યની એવી મહાનગરપાલિકા છે જે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 51 વર્ષથી નાટ્ય. સ્પર્ધાનું આયોજન કરે છે.
What's Your Reaction?






