સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ

Feb 28, 2026 - 06:00
સાવલીના પોઇચા ગામના ફાર્મ  હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવલી,સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ પ્રકરણમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપ કિસાન મોરચાના  પૂર્વ ઉપપ્રમુખ  છગન પટેલની  સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ભાદરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના ધરમપુરીગામે રહેતા ખેડૂત નિમેશભાઇ રણછોડભાઇ બારીયાએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઓળખીતાની ૨૩ વર્ષની યુવતી ગત ૧૯ મી તારીખે ઘરેથી નીકળી ગયા પછી  પરત નહીં આવતા તેના ગુમ થવાની નોંધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. ગુમ યુવતીને શોધવા માટે સાવલી તાલુકાના પોઇચા - રાણીયા ગામે છગનભાઇ કાનજીભાઇ પટેલના ફાર્મ હાઉસ પર અમે ગયા હતા. ગેટની બહાર કાર પાર્ક કરી અમે લોકો ચાલતા ફાર્મ હાઉસમાં ગયા હતા. ત્યાં અમને વિશાલ બારીયા મળ્યો હતો. અમે તેની સાથે યુવતી અંગે વાત કરતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0