સરકારનો દાવો: 7 માંથી એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું નીકળ્યું, હવે ગાંધીનગરમાં જ થશે ટેસ્ટીંગ

Chandipura Virus Update : રાજ્યમાં વ્યાપેલા ચાંદીપુરાના કેસો મુદ્દે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપી હતી કે પુના મોકલવામાં આવેલા સાત સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરાનું હોવાનું જાહેર થયું છે. ચાંદીપુરા રોગ અને રાજ્યમાં હાલની રોગચાળાની સ્થિતિ અને વરસાદને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા હતા, જેમાંથી 15 જેટલાં નાના બાળકો-દર્દીઓના મોત થયા. 7 માંથી એક જ ચાંદીપુરાનો કેસ હોવાની પુના લેબથી જાણકારી આપવામાં આવી છે. જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે  કાચા મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.આ સ્થિતિને કાબૂ કરવા મુદ્દે તેમણે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકાઓમાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી, જે 7 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેમાંથી એક જ ચાંદીપુરાનો કેસ નીકળ્યો છે. ચાંદીપુરા વાયરસથી સાવચેતી અને સાવધાની રાખવામાં આવે અને બાળકને જ્યારે તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જાય , 24 કલાકમાં હોસ્પિટલ જાય એ જરૂરી છે જેથી તેની દવા અને બચાવ જરૂરી છે. 

સરકારનો દાવો: 7 માંથી એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું નીકળ્યું, હવે ગાંધીનગરમાં જ થશે ટેસ્ટીંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chandipura Virus

Chandipura Virus Update : રાજ્યમાં વ્યાપેલા ચાંદીપુરાના કેસો મુદ્દે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપી હતી કે પુના મોકલવામાં આવેલા સાત સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરાનું હોવાનું જાહેર થયું છે. ચાંદીપુરા રોગ અને રાજ્યમાં હાલની રોગચાળાની સ્થિતિ અને વરસાદને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા હતા, જેમાંથી 15 જેટલાં નાના બાળકો-દર્દીઓના મોત થયા. 7 માંથી એક જ ચાંદીપુરાનો કેસ હોવાની પુના લેબથી જાણકારી આપવામાં આવી છે. જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે  કાચા મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આ સ્થિતિને કાબૂ કરવા મુદ્દે તેમણે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકાઓમાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી, જે 7 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેમાંથી એક જ ચાંદીપુરાનો કેસ નીકળ્યો છે. ચાંદીપુરા વાયરસથી સાવચેતી અને સાવધાની રાખવામાં આવે અને બાળકને જ્યારે તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જાય , 24 કલાકમાં હોસ્પિટલ જાય એ જરૂરી છે જેથી તેની દવા અને બચાવ જરૂરી છે.