શહેર-જિલ્લામાં જુગાર રમતા 19 શખ્સ પોલીસ ઝપટે ચડયાં

- ગંગાજળિયા, ઘોઘારોડ અને મહુવા રૂરલ પોલીસે ચાર સ્થળે દરોડા પાડયાં- રોકડ-ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કરાયો, નૈપ ગામે પોલીસને હાથતાળી આપી પાંચ જુગારી ફરારભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા તાલુકામાં જુદા-જુદા ચાર સ્થળે જુગારની બાજી માંડીને બેઠેલા ૧૯ ગેમ્બલર પોલીસ ઝપટે ચડી ગયા હતા. જ્યારે પાંચ જુગારી પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહેતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.પ્રથમ બનાવની મળતી વિગત મુજબ શહેરના સુભાષનગર, રજપૂતવાડામાં ગઈકાલે બુધવારે સાંજના સમયે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહેલા અજય નરશીભાઈ રાઠોડ, જયદેવ માનસંગભાઈ રાઠોડ, પૃથ્વીરાજ દાનસંગભાઈ ચાવડા, ચંદુ ઉર્ફે ચંદ્રેશ કેશુભાઈ જાંબુચા અને રમેશ ખોડાભાઈ ખસિયા નામના પાંચ શખ્સને એલસીબીની ટીમે રોકડ, ગંજીપાના સાથે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.બીજા બનાવમાં શહેરના દાણાપીઠ, સંતુર ચેમ્બર, મળિયાર દલાલના ડેલાના ખાંચામાં ગઈકાલે બુધવારે મોડી રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમી રહેલા રોહિત દિનેશભાઈ ઠાકોર, સમીર મનુભાઈ ચુડાસમા, અજય દામજીભાઈ ગોહેલ, અશ્વિન ઉર્ફે અસુ ભરતભાઈ સોલંકી, કિશન ઉર્ફે બાંગર ભરતભાઈ ગોહેલ, ઈશ્વર મનસુખભાઈ મકવાણા અને જીતેશ ઉર્ફે જીતો બાબુભાઈ ચુડાસમા નામના સાત જુગારીને ગંગાજળિયા પોલીસે ઝબ્બે કરી રોકડ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ત્રીજા બનાવમાં મહુવા તાલુકાના ડુંડાસ ગામે રોણિયા રોડ પર બાવળની કાંટમાં બત્તીના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા બીજલ નાનજીભાલ ભાલિયા, ભરત ભોપાભાઈ ગમારા, પરેશ જેન્તીભાઈ પરમાર અને દીપક જીણાભાઈ બારૈયા નામના ચાર ગેમ્બલરને મહુવા ગ્રામ્ય પોલીસે દબોચી લીધા હતા.ચોથા બનાવમાં મહુવાના નૈપ ગામે બારૈયા શેરીમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપત્તીના જુગારની બાજી માંડીને બેઠેલા કેતન વિઠ્ઠલભાઈ બારૈયા, કિરણ રમેશભાઈ બારૈયા અને કમલેશ ભાવેશભાઈ બારૈયા નામના શખ્સોને મહુવા ગ્રામ્ય પોલીસે પકડી પાડયા હતા. જ્યારે વલ્લભ વિરાભાઈ ભીલ, વિશાલ ઘોલુભાઈ ભીલ, શૈલેષ ગણેશભાઈ ઢાપા, રાજુ ગોબરભાઈ બારૈયા અને ભરત ભીમાભાઈ બાંભણિયા સહિતના પાંચ જુગારી નાસી ગયા હતા.તરઘરા ગામે 4 પત્તાપ્રેમ પકડાયા, બે શખ્સ ફરારબોટાદ તાલુકાના તરધરા ગામની સીમમાં મંગળુ ખાચરની વાડીના ગેટ પાસે વાડી માર્ગમાં ઝાડની નીચે લાઈટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા બાબ બહાદુરભાઈ ખાચર, રવિરાજ ભુપતભાઈ ખાચર, મંગળુ બહાદુરભાઈ ખાચર અને ભુપત લખુભાઈ માંજરિયા નામના ચાર પત્તાપ્રેમીને પાળિયાદ પોલીસે રોકડ રકમ, પાંચ મોબાઈલ ફોન, ચાર બાઈક સાથે પકડી પાડયા હતા. જ્યારે રઘુવીર બચુભાઈ માંજરિયા અને જોગીદાસ ગોવાળિયા નામના શખ્સો નાસી જતાં પોલીસે તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેર-જિલ્લામાં જુગાર રમતા 19 શખ્સ પોલીસ ઝપટે ચડયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગંગાજળિયા, ઘોઘારોડ અને મહુવા રૂરલ પોલીસે ચાર સ્થળે દરોડા પાડયાં

- રોકડ-ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કરાયો, નૈપ ગામે પોલીસને હાથતાળી આપી પાંચ જુગારી ફરાર

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા તાલુકામાં જુદા-જુદા ચાર સ્થળે જુગારની બાજી માંડીને બેઠેલા ૧૯ ગેમ્બલર પોલીસ ઝપટે ચડી ગયા હતા. જ્યારે પાંચ જુગારી પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહેતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રથમ બનાવની મળતી વિગત મુજબ શહેરના સુભાષનગર, રજપૂતવાડામાં ગઈકાલે બુધવારે સાંજના સમયે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહેલા અજય નરશીભાઈ રાઠોડ, જયદેવ માનસંગભાઈ રાઠોડ, પૃથ્વીરાજ દાનસંગભાઈ ચાવડા, ચંદુ ઉર્ફે ચંદ્રેશ કેશુભાઈ જાંબુચા અને રમેશ ખોડાભાઈ ખસિયા નામના પાંચ શખ્સને એલસીબીની ટીમે રોકડ, ગંજીપાના સાથે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં શહેરના દાણાપીઠ, સંતુર ચેમ્બર, મળિયાર દલાલના ડેલાના ખાંચામાં ગઈકાલે બુધવારે મોડી રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમી રહેલા રોહિત દિનેશભાઈ ઠાકોર, સમીર મનુભાઈ ચુડાસમા, અજય દામજીભાઈ ગોહેલ, અશ્વિન ઉર્ફે અસુ ભરતભાઈ સોલંકી, કિશન ઉર્ફે બાંગર ભરતભાઈ ગોહેલ, ઈશ્વર મનસુખભાઈ મકવાણા અને જીતેશ ઉર્ફે જીતો બાબુભાઈ ચુડાસમા નામના સાત જુગારીને ગંગાજળિયા પોલીસે ઝબ્બે કરી રોકડ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રીજા બનાવમાં મહુવા તાલુકાના ડુંડાસ ગામે રોણિયા રોડ પર બાવળની કાંટમાં બત્તીના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા બીજલ નાનજીભાલ ભાલિયા, ભરત ભોપાભાઈ ગમારા, પરેશ જેન્તીભાઈ પરમાર અને દીપક જીણાભાઈ બારૈયા નામના ચાર ગેમ્બલરને મહુવા ગ્રામ્ય પોલીસે દબોચી લીધા હતા.

ચોથા બનાવમાં મહુવાના નૈપ ગામે બારૈયા શેરીમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપત્તીના જુગારની બાજી માંડીને બેઠેલા કેતન વિઠ્ઠલભાઈ બારૈયા, કિરણ રમેશભાઈ બારૈયા અને કમલેશ ભાવેશભાઈ બારૈયા નામના શખ્સોને મહુવા ગ્રામ્ય પોલીસે પકડી પાડયા હતા. જ્યારે વલ્લભ વિરાભાઈ ભીલ, વિશાલ ઘોલુભાઈ ભીલ, શૈલેષ ગણેશભાઈ ઢાપા, રાજુ ગોબરભાઈ બારૈયા અને ભરત ભીમાભાઈ બાંભણિયા સહિતના પાંચ જુગારી નાસી ગયા હતા.

તરઘરા ગામે 4 પત્તાપ્રેમ પકડાયા, બે શખ્સ ફરાર

બોટાદ તાલુકાના તરધરા ગામની સીમમાં મંગળુ ખાચરની વાડીના ગેટ પાસે વાડી માર્ગમાં ઝાડની નીચે લાઈટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા બાબ બહાદુરભાઈ ખાચર, રવિરાજ ભુપતભાઈ ખાચર, મંગળુ બહાદુરભાઈ ખાચર અને ભુપત લખુભાઈ માંજરિયા નામના ચાર પત્તાપ્રેમીને પાળિયાદ પોલીસે રોકડ રકમ, પાંચ મોબાઈલ ફોન, ચાર બાઈક સાથે પકડી પાડયા હતા. જ્યારે રઘુવીર બચુભાઈ માંજરિયા અને જોગીદાસ ગોવાળિયા નામના શખ્સો નાસી જતાં પોલીસે તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.