વૃક્ષ પ્રેમનો વારસો : દસાડાના માલણપુરની 1200ની વસ્તી સામે ગામમાં 7000 વૃક્ષ

Jun 6, 2025 - 10:00
વૃક્ષ પ્રેમનો વારસો : દસાડાના માલણપુરની 1200ની વસ્તી સામે ગામમાં 7000 વૃક્ષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દર ચોમાસામાં નવા ૧૦૦૦થી વધુ વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ 

દરેક વ્યક્તિ દીઠ પાંચથી વધુ વૃક્ષનું વાવેતર સાથે ઉછેર કરી ગામને હરિયાળુ બનાવ્યુંઃ વૃક્ષોના કારણે તાપમાનમાં ઘટાડો થયો

સુરેન્દ્રનગર -  સમગ્ર દેશમાં તા.૦૫ જુનના રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને ગ્લોબલ વોર્મીંગથી બચવા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે માટે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના માલણપુર ગામમાં ગ્રામજનોની અથાગ મહેનતથી આજે ૭૦૦૦થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યાં છે અને લોકોને વિશેષ ઉદાહરણ પુરૃ પાડયું છે.

દસાડા તાલુુકાના માલણપુર ગામના લોકોએ રણ વિસ્તારમાં પણ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરી અનોખો પર્યાવરણ પ્રેમ દર્શાવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0