વિદ્યાર્થી એક જ વર્ષમાં બે ડિગ્રી મેળવે તો UGCની ગાઈડલાઈન્સ લાગુ પડે..? હાઈકોર્ટ સમક્ષ કાયદાકીય મુદ્દો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat HC UGC Two Degrees: રાજયમાં અંગ્રેજી વિષયના શિક્ષણ સહાયકની ભરતીમાં મહિલા ઉમેદવારનું નામ જનરલ મેરિટ લીસ્ટમાં આવ્યા છતાં તેની અરજી નામંજૂર કરાતાં નારાજ ઉમેદવાર તરફથી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. અરજીમાં એવો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરાયો છે કે, તેણે એક જ વર્ષમાં બીએ(રેગ્યુલર) અને એમએ (ડિસ્ટન્સ લર્નીંગ એજ્યુકેશન)ની ડિગ્રી મેળવી હોવાથી યુજીસીની ગાઇડલાઈન્સના આધારે શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા તેની અરજી નામંજૂર કરવામાં આવી છે.
જસ્ટિસ જે.એલ.ઓડેદરાએ આ મુદ્દો શૈક્ષણિક નીતિને લગતો હોવાથી મેટર ગંભીરતાથી લઈ કેસમાં રાજય સરકાર સહિતના પક્ષોને નોટિસ ફટકારી છે.
What's Your Reaction?






