વધુ એક ગામમાં જુના પહાડિયાવાળી! દહેગામના કાલીપુરા ગામનો પણ બારોબાર સોદો થઈ ગયો

Kalipura village Land Scam : ગાંધીનગર જિલ્લામાં હવે ગામોના બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ જવાનો જાણે કે સિલસિલો શરૂ થયો હોય તેમ દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી 1.5 વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે હવે ગ્રામજનોએ તંત્રને વાંધાજી આપતા આગામી દિવસમાં તેની મુદત રાખવામાં આવી છે.7 વીઘા જમીન ઉપર 50 વર્ષ અગાઉ ઊભા થયેલા ગામની દોઢ વીઘા જમીનનો દસ્તાવેજ થતા તકરારી દાખલ થઈદહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈ હાલ પોલીસ દ્વારા સાત જેટલા વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે દહેગામ તાલુકાના જ વધુ એક ગામમાં આ જ પ્રકારનો કિસ્સો બહાર આવવા પામ્યો છે. વાહ રે ગુજરાત! દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું, જાણો સમગ્ર મામલોજે અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા 50 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું અને ધીરે ધીરે અહીં હાલ 35 જેટલા મકાનો છે તેમજ બે સરકારી બોર અને તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ આપવામાં આવી રહી છે ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. દહેગામ સબ રજીસ્ટર કચેરીમાં ગત એપ્રિલ મહિનામાં આ દસ્તાવેજ થયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા આ જમીન ખરીદવામાં આવી હતી અને દોઢ વીઘા જગ્યા પેટે 4.90 લાખ રૂપિયા ચેક મારફતે વારસદારોને ચૂકવવામાં આવ્યા હતા. જોકે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. તો બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાથી તકરારી દાખલ કરાવવામાં આવી છે અને તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ રાખવામાં આવી છે. દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે.દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં ગાંધીનગર પોલીસે 2ની ધડપકડ કરી, 5 ફરારસમગ્ર ઘટના મામલે દહેગામ મામલતદારનો રિપોર્ટ મંગાયોદહેગામના જુના પહાડિયા ગામ બાદ હવે સાપાના પેટાપરા કાલીપુરા ગામની પણ 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જવાના મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દહેગામ મામલતદાર પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેથી આ મામલે પણ તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને પહાડિયાની જેમજ વારસદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.પહાડિયા ગામ વેચવા મામલે બે આરોપીઓ રિમાન્ડ ઉપરદહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો પણ બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવા મામલે સાત વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્રની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ગાંધીનગર એલસીબી દ્વારા બે આરોપીઓ વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા બે કરોડ રૂપિયામાં સમગ્ર જમીનનો સોદો કરવામાં આવ્યો હતો જે પૈકી વારસદારોને 50 લાખ રૂપિયા મળી ચૂક્યા હતા. 

વધુ એક ગામમાં જુના પહાડિયાવાળી! દહેગામના કાલીપુરા ગામનો પણ બારોબાર સોદો થઈ ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kalipura village Land Scam : ગાંધીનગર જિલ્લામાં હવે ગામોના બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ જવાનો જાણે કે સિલસિલો શરૂ થયો હોય તેમ દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી 1.5 વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે હવે ગ્રામજનોએ તંત્રને વાંધાજી આપતા આગામી દિવસમાં તેની મુદત રાખવામાં આવી છે.

7 વીઘા જમીન ઉપર 50 વર્ષ અગાઉ ઊભા થયેલા ગામની દોઢ વીઘા જમીનનો દસ્તાવેજ થતા તકરારી દાખલ થઈ

દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈ હાલ પોલીસ દ્વારા સાત જેટલા વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે દહેગામ તાલુકાના જ વધુ એક ગામમાં આ જ પ્રકારનો કિસ્સો બહાર આવવા પામ્યો છે. 

વાહ રે ગુજરાત! દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું, જાણો સમગ્ર મામલો

જે અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા 50 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું અને ધીરે ધીરે અહીં હાલ 35 જેટલા મકાનો છે તેમજ બે સરકારી બોર અને તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ આપવામાં આવી રહી છે ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.

દહેગામ સબ રજીસ્ટર કચેરીમાં ગત એપ્રિલ મહિનામાં આ દસ્તાવેજ થયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા આ જમીન ખરીદવામાં આવી હતી અને દોઢ વીઘા જગ્યા પેટે 4.90 લાખ રૂપિયા ચેક મારફતે વારસદારોને ચૂકવવામાં આવ્યા હતા. 

જોકે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. તો બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાથી તકરારી દાખલ કરાવવામાં આવી છે અને તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ રાખવામાં આવી છે. દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે.

દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં ગાંધીનગર પોલીસે 2ની ધડપકડ કરી, 5 ફરાર

સમગ્ર ઘટના મામલે દહેગામ મામલતદારનો રિપોર્ટ મંગાયો

દહેગામના જુના પહાડિયા ગામ બાદ હવે સાપાના પેટાપરા કાલીપુરા ગામની પણ 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જવાના મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દહેગામ મામલતદાર પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેથી આ મામલે પણ તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને પહાડિયાની જેમજ વારસદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.

પહાડિયા ગામ વેચવા મામલે બે આરોપીઓ રિમાન્ડ ઉપર

દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો પણ બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવા મામલે સાત વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્રની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ગાંધીનગર એલસીબી દ્વારા બે આરોપીઓ વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા બે કરોડ રૂપિયામાં સમગ્ર જમીનનો સોદો કરવામાં આવ્યો હતો જે પૈકી વારસદારોને 50 લાખ રૂપિયા મળી ચૂક્યા હતા.