વડોદરામાં વરસાદી કાંસની અધુરી અને ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 14 અને 16 માં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે વર્ષો જૂની વરસાદી કાંસ ખોલીને તેની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલ કોર્પોરેશન દ્વારા કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે. જેના કારણે આજે લોકોએ વિરોધ પ્રદર્શન દ્વારા રોષ દર્શાવ્યો હતો. ચોખંડી, નાની શાક માર્કેટ, દાળિયા વાડી, ઇદગાહ મેદાન સુધી વરસાદી કાંસને નવું સ્વરૂપ આપવા માટે અગાઉ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. એ પછી ઠેક ઠેકાણે કાંસ ખોદવામાં આવી હતી અને ઢાંકી હતી, પરંતુ કામગીરી અધુરી રાખી છે. કેટલીક જગ્યાએ કાંસ ઉપર ખાડા પણ કરી દેવામાં આવ્યા છે અને હાલ ખોદકામને લીધે વિસ્તાર ઉબડખાબડ થઈ ગયો છે. ચોમાસુ માથે છે ત્યારે આ કામગીરી જલ્દી કરવા માટે લોકોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
What's Your Reaction?






