વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો
Heritage Garba At Vadodara : રાજ્યમાં નવરાત્રિના તહેવારમાં વિવિદ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમવા જાય છે, તેવામાં ઘણી વખત કોઈ દુર્ઘટના કે મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. આ પણ વાંચો : 'હવે વડોદરા સુરક્ષિત નથી લાગતુ', વડોદરાની સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને મુસ્લિમ સમાજે આરોપીઓને ફાંસીની સજાની કરી માગગરબા વચ્ચે મારામારીની ઘટનાવડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ કારણોસર બે ગ્રુપ વચ્ચે બબાલ થતા અંતે આયોજક દ્વારા સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો હતો.આ પણ વાંચો : ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ : ઝડપી તપાસ માટે SITની રચના, ઉચ્ચ અધિકારી સહિત આઠ સભ્યોને જવાબદારી સોંપાઈઅગાઉ પણ વિવાદમાં હેરિટેજ ગરબાથોડા દિવસ પહેલા પણ લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબાને લઈને વિવાદ થયો હતો. જેમાં ગરબાના આયોજનથી પરેશાન થયેલા ખેલૈયાઓ જણાવ્યું હતું કે, મોંઘા ભાવે પાસ ખરીદ્યાની સામે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ હતો જેથી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ. જ્યારે પાર્ટી પ્લોટની બહાર નીકળાવામાં ખેલૈયાની ઘણી મુશ્કેલી પડી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Heritage Garba At Vadodara : રાજ્યમાં નવરાત્રિના તહેવારમાં વિવિદ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમવા જાય છે, તેવામાં ઘણી વખત કોઈ દુર્ઘટના કે મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
ગરબા વચ્ચે મારામારીની ઘટના
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ કારણોસર બે ગ્રુપ વચ્ચે બબાલ થતા અંતે આયોજક દ્વારા સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
અગાઉ પણ વિવાદમાં હેરિટેજ ગરબા
થોડા દિવસ પહેલા પણ લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબાને લઈને વિવાદ થયો હતો. જેમાં ગરબાના આયોજનથી પરેશાન થયેલા ખેલૈયાઓ જણાવ્યું હતું કે, મોંઘા ભાવે પાસ ખરીદ્યાની સામે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ હતો જેથી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ. જ્યારે પાર્ટી પ્લોટની બહાર નીકળાવામાં ખેલૈયાની ઘણી મુશ્કેલી પડી હતી.