Surendranagar: ખાણખનીજ કચેરીનો ક્લાર્ક 10હજારની લાંચ લેતા ઝબ્બે

સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્ર્રીના રાજીનામાંના છઠા દિવસે જ ખનીજ કચેરીમાં એ.સી.બી.ટ્રેપ થતા અધિકારીઓમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે અને રાજીનામાં બાદ થાનગઢ-મુળી વિસ્તારમાં બેફમ ખનીજચોરી શરૂ થતા પોલીસના ત્રણ લાલચુ વહીવટદારો ઉપર પણ લીઝધારકો અને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. હવે ખનીજ ચોરી અટકાવવા, કચેરીમાં પારદર્શિતા જાળવવા માટે ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્ર્રી કેવા પગલા લે છે એની સામે જિલ્લાભરના લોકોની નજર મંડાયેલી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બે વર્ષથી સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્ર્રી નિરવ બારોટની કડક કામગીરીના કારણે કચેરીમાં પારદર્શક કામગીરી કરાતી અને વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી ઉપર લગામ લગાવી દીધી હતી. એવામાં ખનિજ માફ્યિા અને સ્થાનિક તંત્રની ભ્રસ્ટ સીસ્ટમ સામે સતત લડત આપ્યા બાદ ખનીજચોરી શરુ થવાના સમયે જ અચાનક બારોટે રાજીનામું ધરી દેતા ખનિજમાફ્યિા ગેલમાં આવી ગયા હતા અને કચેરી વાળાને પણ ખુલ્લો દૌર મળી ગયો હોય એમ રાજીનામાના પાંચમાં દિવસે જ સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના ક્લાર્ક લાંચ લેતા ઝડપાતા અધિકારીઓમાં પણ ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.અરજદારે સિલિકારેતીની લીઝ માટે માંગેલી પુરતી વિગતો મેળવવા માટે ખાણખનીજ કચેરીના ક્લાર્ક અમૃતભાઈ કેહરભાઈએ 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.જે બાબતની અરજદારે જામનગર એ.સી.બી.પી.આઈ.આર.એન.વિરાણીને જાણ કરતા રાજકોટ એ.સી.બી.ના ઇન્ચાર્જ મદદનિશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર ખાતે ટ્રેપ ગોઠવી હતી.જે ટ્રેપમાં દશ હજાર રોકડા લાંચ લેતા ઝડપી લઈ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બીજી તરફ્ ભૂસ્તરશાસ્ત્ર્રીના રાજીનામાં બાદ વાસ્તુ પૂજા કરી મૂરત કરે એમ થાનગઢ મુળી વિસ્તારમાં ફરીથી ઉંડા કુવામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજ ચોરી શરૂ થઈ જતા સ્થાનિક પોલીસના ત્રણ લાલચુ વહીવટદારોની સતત અવર જવરથી પણ કાયદેસરની લીઝ ધારકો અને સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.ત્યારે હવે ફરીથી નિર્દોષ શ્રામિકોના મોત થતા અટકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સરકારી સંપતિને થતું કરોડો રૂપિયાનું નુકશાન થતું અટકે એ માટે સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ,એસ.પી.ગિરીશ પંડયા,ડી.ડી.ઓ.રાજેશ તન્ના અને ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્ર્રી જગદીશ વાઢેર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનીજચોરી થતી અટકાવાય એવી સમગ્ર વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.બીજી તરફ્ ભુસ્તરશાસ્ત્ર્રીના રાજીનામાં બાદ કચેરીમાં પણ પારદર્શક કામગીરી થતી જળવાઈ રહે એવી લોકો આશા રાખી રહ્યા છે. રિટાયર્ડ ટાણે જ ટ્રેપ થઈ ક્લાર્ક ટુક સમયમાં જ રીટાયર્ડ થવાના હતા એવા સમયે જ માત્ર 10 હજાર રૂપિયાની લાલચમાં પડી ટ્રેપમાં ઝડપાતા તેઓને મળતા સરકારી લાભો પણ અટકી જશે. ખાણખનીજ કચેરી ખૂબ મહત્ત્વની ખાણખનીજ કચેરી દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી ઉપર અંકુશ રાખવામાં કડકાઈ રખાય તો કુદરતી સંપતિને અને સરકારી તિજોરીને નુકસાન થતું અટકે, ખનિજચોરી સમયે ખનીજ માફ્યિાઓમાં ઝગડા થાય ત્યારે કાયદો વ્યવસ્થા કથળે, ગેરકાયદેસર ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પરો બંધ થાય તો રસ્તાઓ તૂટતા અટકે અને અકસ્માતો ઘટાડી શકાય.

Surendranagar: ખાણખનીજ કચેરીનો ક્લાર્ક 10હજારની લાંચ લેતા ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્ર્રીના રાજીનામાંના છઠા દિવસે જ ખનીજ કચેરીમાં એ.સી.બી.ટ્રેપ થતા અધિકારીઓમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે અને રાજીનામાં બાદ થાનગઢ-મુળી વિસ્તારમાં બેફમ ખનીજચોરી શરૂ થતા પોલીસના ત્રણ લાલચુ વહીવટદારો ઉપર પણ લીઝધારકો અને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. હવે ખનીજ ચોરી અટકાવવા, કચેરીમાં પારદર્શિતા જાળવવા માટે ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્ર્રી કેવા પગલા લે છે એની સામે જિલ્લાભરના લોકોની નજર મંડાયેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બે વર્ષથી સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્ર્રી નિરવ બારોટની કડક કામગીરીના કારણે કચેરીમાં પારદર્શક કામગીરી કરાતી અને વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી ઉપર લગામ લગાવી દીધી હતી. એવામાં ખનિજ માફ્યિા અને સ્થાનિક તંત્રની ભ્રસ્ટ સીસ્ટમ સામે સતત લડત આપ્યા બાદ ખનીજચોરી શરુ થવાના સમયે જ અચાનક બારોટે રાજીનામું ધરી દેતા ખનિજમાફ્યિા ગેલમાં આવી ગયા હતા અને કચેરી વાળાને પણ ખુલ્લો દૌર મળી ગયો હોય એમ રાજીનામાના પાંચમાં દિવસે જ સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના ક્લાર્ક લાંચ લેતા ઝડપાતા અધિકારીઓમાં પણ ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.અરજદારે સિલિકારેતીની લીઝ માટે માંગેલી પુરતી વિગતો મેળવવા માટે ખાણખનીજ કચેરીના ક્લાર્ક અમૃતભાઈ કેહરભાઈએ 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.જે બાબતની અરજદારે જામનગર એ.સી.બી.પી.આઈ.આર.એન.વિરાણીને જાણ કરતા રાજકોટ એ.સી.બી.ના ઇન્ચાર્જ મદદનિશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર ખાતે ટ્રેપ ગોઠવી હતી.જે ટ્રેપમાં દશ હજાર રોકડા લાંચ લેતા ઝડપી લઈ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બીજી તરફ્ ભૂસ્તરશાસ્ત્ર્રીના રાજીનામાં બાદ વાસ્તુ પૂજા કરી મૂરત કરે એમ થાનગઢ મુળી વિસ્તારમાં ફરીથી ઉંડા કુવામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજ ચોરી શરૂ થઈ જતા સ્થાનિક પોલીસના ત્રણ લાલચુ વહીવટદારોની સતત અવર જવરથી પણ કાયદેસરની લીઝ ધારકો અને સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.ત્યારે હવે ફરીથી નિર્દોષ શ્રામિકોના મોત થતા અટકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સરકારી સંપતિને થતું કરોડો રૂપિયાનું નુકશાન થતું અટકે એ માટે સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ,એસ.પી.ગિરીશ પંડયા,ડી.ડી.ઓ.રાજેશ તન્ના અને ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્ર્રી જગદીશ વાઢેર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનીજચોરી થતી અટકાવાય એવી સમગ્ર વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.બીજી તરફ્ ભુસ્તરશાસ્ત્ર્રીના રાજીનામાં બાદ કચેરીમાં પણ પારદર્શક કામગીરી થતી જળવાઈ રહે એવી લોકો આશા રાખી રહ્યા છે.

રિટાયર્ડ ટાણે જ ટ્રેપ થઈ

ક્લાર્ક ટુક સમયમાં જ રીટાયર્ડ થવાના હતા એવા સમયે જ માત્ર 10 હજાર રૂપિયાની લાલચમાં પડી ટ્રેપમાં ઝડપાતા તેઓને મળતા સરકારી લાભો પણ અટકી જશે.

ખાણખનીજ કચેરી ખૂબ મહત્ત્વની

ખાણખનીજ કચેરી દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી ઉપર અંકુશ રાખવામાં કડકાઈ રખાય તો કુદરતી સંપતિને અને સરકારી તિજોરીને નુકસાન થતું અટકે, ખનિજચોરી સમયે ખનીજ માફ્યિાઓમાં ઝગડા થાય ત્યારે કાયદો વ્યવસ્થા કથળે, ગેરકાયદેસર ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પરો બંધ થાય તો રસ્તાઓ તૂટતા અટકે અને અકસ્માતો ઘટાડી શકાય.