Vadodara: કરજણમાં ભારે વરસાદને પગલે ગીતાજંલી કોમ્પલેક્ષમાં પાણી ભરાયા
કોમ્પલેક્ષમાં પાણી ભરાતાં રહીશો પરેશાન પ્રોટેક્શન દિવાલ તૂટતાં દુકાનમાં પાણી ભરાયા નજીકની હોસ્પિટલમાં પણ પાણી-પાણી થઈ ગયું સાર્વત્રિક ભારે વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે આજે કરજણમાં ગીતાજંલી કોમ્પલેક્ષની પ્રોટેક્શન વોલ તૂટવાને કારણે દૂકાન, ઘર અને નજીકની હોસ્પિટલમાં પાણી ભરાયાં હતા. ગીતાજંલી પાર્ક નજીક પાર્ક કરેલ વ્હીકલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દિવાલ તૂટી જતાં રોડ પરના પાણી દૂકાનમાં ઘુસ્યા હતા. કોમ્પલેક્ષની આજુબાજુના વિસ્તારમાં દુકાનો અને હોસ્પિટલ પણ આવેલી છે. હોસ્પિટલ અને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ગતિમાં હતો કે દિવાલ તૂટી ગઈ હતી. દુકાનોમાં પાણી ભરાવાથી વેપારીઓને ઘણું નુકસાન થયું છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી સવારે ૧૦ કલાકે ૮૮.૬૦ મીટરથી વઘીને ૮૮.૬૪ મીટર થયેલ છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને પ જે પોઇન્ટ ર૦ મીટર ખુલ્લા છે તેને ૧૧ કલાકે પોઇન્ટ ૩૦ મીટર ખોલવામાં આવશે અને એક વઘારાનો દરવાજો ગેટ નં.૩ ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાંથી કુલ વહન થતો પાણીનો પ્રવાહ ૮૩.૪૯ ક્યુમેકસ અને ક્યુસેકમાં ર૯૪૮.૪૫ ક્યુસેક થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોમ્પલેક્ષમાં પાણી ભરાતાં રહીશો પરેશાન
- પ્રોટેક્શન દિવાલ તૂટતાં દુકાનમાં પાણી ભરાયા
- નજીકની હોસ્પિટલમાં પણ પાણી-પાણી થઈ ગયું
સાર્વત્રિક ભારે વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે આજે કરજણમાં ગીતાજંલી કોમ્પલેક્ષની પ્રોટેક્શન વોલ તૂટવાને કારણે દૂકાન, ઘર અને નજીકની હોસ્પિટલમાં પાણી ભરાયાં હતા.
ગીતાજંલી પાર્ક નજીક પાર્ક કરેલ વ્હીકલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દિવાલ તૂટી જતાં રોડ પરના પાણી દૂકાનમાં ઘુસ્યા હતા. કોમ્પલેક્ષની આજુબાજુના વિસ્તારમાં દુકાનો અને હોસ્પિટલ પણ આવેલી છે. હોસ્પિટલ અને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ગતિમાં હતો કે દિવાલ તૂટી ગઈ હતી. દુકાનોમાં પાણી ભરાવાથી વેપારીઓને ઘણું નુકસાન થયું છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી સવારે ૧૦ કલાકે ૮૮.૬૦ મીટરથી વઘીને ૮૮.૬૪ મીટર થયેલ છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને પ જે પોઇન્ટ ર૦ મીટર ખુલ્લા છે તેને ૧૧ કલાકે પોઇન્ટ ૩૦ મીટર ખોલવામાં આવશે અને એક વઘારાનો દરવાજો ગેટ નં.૩ ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાંથી કુલ વહન થતો પાણીનો પ્રવાહ ૮૩.૪૯ ક્યુમેકસ અને ક્યુસેકમાં ર૯૪૮.૪૫ ક્યુસેક થશે.