વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું

Jul 15, 2025 - 03:30
વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આધારકાર્ડનું સોફ્ટવેર અપડેટ થતા અરજદારોને અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. અત્યાર સુધી વિદેશમાં જન્મતા ભારતીય બાળકોનું આધાર કાર્ડ બની શકતું ન હતું. જો કે, હવે તે શક્ય બન્યું છે. વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું છે.

વડોદરાના ધર્મેશભાઈ પટેલ યુએસએ સ્થાયી થયા હોય 9વર્ષના પુત્રના આધારકાર્ડ માટે  આવ્યા હતા. કોર્પોરેશનની વસ્તી ગણતરી શાખા ખાતે તેમના પુત્રનું આધારકાર્ડ બનતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવા અપડેટથી એનઆરઆઈ બાળકોનું આધારકાર્ડ બનતા મારી જેવા અસંખ્ય લોકોને રાહત થશે. જ્યારે સેશન્સ ઓફિસર સમીક જોષીનું કહેવું હતું કે, નવા સૉફ્ટવેરથી આધારકાર્ડમાં સુધારા અને નવા આધાર કાર્ડની પ્રક્રિયા ઝડપી બનશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0