વડોદરાના શિનોર તાલુકા સેવાસદનમાં અરજદારોને હાલાકી,ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી કામ અટકયા

શિનોર તાલુકા સેવાસદનમાં લાબા સમયથી ઈન્ટરનેટ સેવા બંધ ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી સાત બારના ઉતારા નથી નિકળતા જમીનના કામ અટવાઈ પડયા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી શિનોર તાલુકા સેવાસદન કચેરીએ નેટની તકલીફ હોવાથી દૂર દૂર ગામેથી આવતા અરજદારોને પાછા ફરવાનો વારો આવ્યો છે.શિનોર તાલુકા સેવા સદનમાં સર્વરમાં અને ઈન્ટરનેટમાં લાંબા સમયથી તકલીફ આવી રહી છે,ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી ઓનલાઈન કામગીરી ઠપ થઈ ગઈ છે.મહત્વની વાત એ છે કે ગામડેથી ખેડૂતો તેમના સાતબારના ઉતારા માટે સેવા સદનમાં આવતા હોય છે પરંતું નેટ સેવા બંધ હોવાથી સાતબારના ઉતારા પણ નિકળી રહ્યા નથી,જેના કારણે પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે. ગ્રામજનો હેરાન મહત્વનું છે કે અરજદારો તેમના રેશનકાર્ડ માટે પુરાવા લઈને આવ્યા હતા.પરંતુ સર્વર અને ઈન્ટરનેટ બન્ને બંધ હોવાથી સિનિયર સિટીઝનોને પણ તકલીફ પડી રહી છે.અમુક વિધાર્થીઓ રજા લઈને પોતાના કામ પતાવવા માટે આવતા હોય છે તો તેમને પણ આજે પોતાનું કામ પત્યું નથી અને રજા માથે પડી છે.કેટલાક ખેડૂતોનું કહેવું છે કે આ સમસ્યા કોઈ એક દિવસની નથી વારંવાર આ રીતે સમસ્યા સર્જાય છે જેના કારણે મુશ્કેલીઓ પડી રહી છે,તો અધિકારીઓ દ્વારા પણ સરખા જવાબ આપવામાં આવતા નથી.વારંવાર સર્જાતી સમસ્યાથી લોકો પણ કંટાળ્યા છે. અધિકારીઓ પણ કંટાળ્યા અધિકારીઓનું કહેવું છે કે,આ સમસ્યા ગાંધીનગરથી સર્જાઈ છે,મુખ્ય સર્વર ગાંધીનગરથી કામ કરે છે,તો બીજી તરફ અધિકારીઓએ લુલો બચાવ કરતા કહ્યું કે આવતીકાલ સુધીમાં તમામ તકલીફ દૂર થઈ જશે અને સર્વર રાબેતા મુજબ ચાલશે એટલે કામગીરી કરી આપવામાં આવશે.

વડોદરાના શિનોર તાલુકા સેવાસદનમાં અરજદારોને હાલાકી,ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી કામ અટકયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિનોર તાલુકા સેવાસદનમાં લાબા સમયથી ઈન્ટરનેટ સેવા બંધ
  • ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી સાત બારના ઉતારા નથી નિકળતા
  • જમીનના કામ અટવાઈ પડયા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી

શિનોર તાલુકા સેવાસદન કચેરીએ નેટની તકલીફ હોવાથી દૂર દૂર ગામેથી આવતા અરજદારોને પાછા ફરવાનો વારો આવ્યો છે.શિનોર તાલુકા સેવા સદનમાં સર્વરમાં અને ઈન્ટરનેટમાં લાંબા સમયથી તકલીફ આવી રહી છે,ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી ઓનલાઈન કામગીરી ઠપ થઈ ગઈ છે.મહત્વની વાત એ છે કે ગામડેથી ખેડૂતો તેમના સાતબારના ઉતારા માટે સેવા સદનમાં આવતા હોય છે પરંતું નેટ સેવા બંધ હોવાથી સાતબારના ઉતારા પણ નિકળી રહ્યા નથી,જેના કારણે પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે.

ગ્રામજનો હેરાન

મહત્વનું છે કે અરજદારો તેમના રેશનકાર્ડ માટે પુરાવા લઈને આવ્યા હતા.પરંતુ સર્વર અને ઈન્ટરનેટ બન્ને બંધ હોવાથી સિનિયર સિટીઝનોને પણ તકલીફ પડી રહી છે.અમુક વિધાર્થીઓ રજા લઈને પોતાના કામ પતાવવા માટે આવતા હોય છે તો તેમને પણ આજે પોતાનું કામ પત્યું નથી અને રજા માથે પડી છે.કેટલાક ખેડૂતોનું કહેવું છે કે આ સમસ્યા કોઈ એક દિવસની નથી વારંવાર આ રીતે સમસ્યા સર્જાય છે જેના કારણે મુશ્કેલીઓ પડી રહી છે,તો અધિકારીઓ દ્વારા પણ સરખા જવાબ આપવામાં આવતા નથી.વારંવાર સર્જાતી સમસ્યાથી લોકો પણ કંટાળ્યા છે.


અધિકારીઓ પણ કંટાળ્યા

અધિકારીઓનું કહેવું છે કે,આ સમસ્યા ગાંધીનગરથી સર્જાઈ છે,મુખ્ય સર્વર ગાંધીનગરથી કામ કરે છે,તો બીજી તરફ અધિકારીઓએ લુલો બચાવ કરતા કહ્યું કે આવતીકાલ સુધીમાં તમામ તકલીફ દૂર થઈ જશે અને સર્વર રાબેતા મુજબ ચાલશે એટલે કામગીરી કરી આપવામાં આવશે.