વડોદરાના અકોટામાં સતત ચોથી વાર એક જ જગ્યા પર ભુવો પડ્યો : આરોપીઓની જેમ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોનો વરઘોડો કાઢવા માગ
Vadodara : વડોદરા શહેરના અકોટા થી મુંજ મહુડા જવાના મુખ્ય રસ્તા પર સતત ચોથી વાર એકની એક જગ્યા પર ભુવો પડ્યો છે જેથી સ્થાનિક રહીશોમાં રોજ વ્યાપ્યો છે અને નિષ્કાળજી રાખનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ કરી તેઓનો પણ આરોપીઓની જેમ વરઘોડો કાઢવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.તાજેતરમાં આવેલા પૂર વખતથી ભુવા નગરી તરીકે ઓળખાયેલા વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં અકોટા તરફનો રસ્તો ફરી એકવાર બેસી ગયો છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અગાઉ પડેલા પાંચ ભુવાની કામગીરી કેવી હશે? સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર ગુનેગારોને પકડીને તેનું સરઘસ કાઢે છે તો પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને આવી કામગીરી બાબતે પાલિકા દ્વારા બ્લેક લિસ્ટ કેમ કરાતા નથી. અગાઉ પડેલા ભુવાની કામગીરી હજી ચાલુ જ છે. ત્યારે આ વધુ એકવાર પડેલા ભુવા અંગે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરના અકોટા થી મુંજ મહુડા જવાના મુખ્ય રસ્તા પર સતત ચોથી વાર એકની એક જગ્યા પર ભુવો પડ્યો છે જેથી સ્થાનિક રહીશોમાં રોજ વ્યાપ્યો છે અને નિષ્કાળજી રાખનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ કરી તેઓનો પણ આરોપીઓની જેમ વરઘોડો કાઢવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
તાજેતરમાં આવેલા પૂર વખતથી ભુવા નગરી તરીકે ઓળખાયેલા વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં અકોટા તરફનો રસ્તો ફરી એકવાર બેસી ગયો છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અગાઉ પડેલા પાંચ ભુવાની કામગીરી કેવી હશે? સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર ગુનેગારોને પકડીને તેનું સરઘસ કાઢે છે તો પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને આવી કામગીરી બાબતે પાલિકા દ્વારા બ્લેક લિસ્ટ કેમ કરાતા નથી. અગાઉ પડેલા ભુવાની કામગીરી હજી ચાલુ જ છે. ત્યારે આ વધુ એકવાર પડેલા ભુવા અંગે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.