વકફ બોર્ડ કાયદામાં સુધારા સામે વડોદરમાં મુસ્લિમ સમાજનો વિરોધ: બેનરો લગાવી વોટિંગ કરાવ્યું
Waqf Amendment Bill : કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે આગામી લોકસભામાં બિલ રજૂ કરવાની વહેતી થયેલી વાતોના આધારે હવે વડોદરા શહેરમાં પણ વકફ બોર્ડના અગ્રણીઓએ તેમની મિલકતો પર પોતાના બોર્ડ લગાડવાની શરૂઆત કરી છે. જ્યારે આજે વાડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોનો અભિપ્રાય અર્થાત મતદાન યોજી વકફ બોર્ડની તરફેણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. દેશભરમાં વકફ બોર્ડની અનેક મિલકતો આવેલી છે જે અંગેનો વિવાદ તાજેતરમાં શરૂ થયો છે ત્યારે હવે વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર લોકસભામાં ટૂંક સમયમાં જ એક બિલ રજૂ કરવાનું છે.વડોદરામાં પણ વક્ફ બોર્ડ પ્રોપર્ટી હોવાના બોર્ડ લાગ્યા છે. અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતો એવા પાંજરીગર મોહલ્લા, ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલી દરગાહ પર આ દરગાહની માલિકી વકફ બોર્ડની છે તે પ્રમાણેના બોર્ડ લગાવ્યા છે.મોદી સરકાર દ્વારા વક્ફ બોર્ડની અમર્યાદિત મિલકતો અને શક્તિઓ પર સકંજો કસવા માટે સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છેસરકાર મુસ્લિમો માટેના વકફ કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. એવું કહેવાય છે કે, આગામી સપ્તાહે સંસદમાં આ બિલ લાવવામાં આવશે. એવા અહેવાલો છે કે આ સુધારા માટે કેબિનેટ દ્વારા બિલને પણ મંજૂરી આપી દેવાઇ છે જેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે. કેબિનેટ દ્વારા વકફ કાયદામાં કુલ 40 જેટલા સુધારાને મંજૂરી અપાઇ છે. જેમાં મોટાભાગના સુધારા વકફ બોર્ડને સંપત્તિ પર મળેલા અધિકારો પર કાપ મુકવા માટેના છે. સુધારા મુજબ વકફ બોર્ડ કોઇ પણ સંપત્તિને પોતાની રીતે વકફની સંપત્તિ જાહેર નહીં કરી શકે. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ આકરો વિરોધ કરી રહ્યો છે. આજે વાડી તાઈવાડામાં મસ્જિદ પાસે વકફ બોર્ડના બિલ રજુ કરવાના વિરોધમાં મુસ્લિમ સમાજ તરફથી દરેકનો અભિપ્રાય અર્થાત મતદાનની શરૂઆત કરી મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરી છે કે હુકુમત ના બદ ઇરાદાને રોકવા અને મુસ્લિમ સમાજની અમાનતો મુસ્લિમ સમાજ પાસે જ રહે તેને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય અર્થાત મતદાન કરે અને તેની જાણકારી ઉચ્ચકક્ષાએ રજૂ કરવામાં આવશે તેવી અપીલ કરતો વિડિયો પણ વાયરલ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Waqf Amendment Bill : કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે આગામી લોકસભામાં બિલ રજૂ કરવાની વહેતી થયેલી વાતોના આધારે હવે વડોદરા શહેરમાં પણ વકફ બોર્ડના અગ્રણીઓએ તેમની મિલકતો પર પોતાના બોર્ડ લગાડવાની શરૂઆત કરી છે. જ્યારે આજે વાડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોનો અભિપ્રાય અર્થાત મતદાન યોજી વકફ બોર્ડની તરફેણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. દેશભરમાં વકફ બોર્ડની અનેક મિલકતો આવેલી છે જે અંગેનો વિવાદ તાજેતરમાં શરૂ થયો છે ત્યારે હવે વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર લોકસભામાં ટૂંક સમયમાં જ એક બિલ રજૂ કરવાનું છે.
વડોદરામાં પણ વક્ફ બોર્ડ પ્રોપર્ટી હોવાના બોર્ડ લાગ્યા છે. અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતો એવા પાંજરીગર મોહલ્લા, ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલી દરગાહ પર આ દરગાહની માલિકી વકફ બોર્ડની છે તે પ્રમાણેના બોર્ડ લગાવ્યા છે.
મોદી સરકાર દ્વારા વક્ફ બોર્ડની અમર્યાદિત મિલકતો અને શક્તિઓ પર સકંજો કસવા માટે સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે
સરકાર મુસ્લિમો માટેના વકફ કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. એવું કહેવાય છે કે, આગામી સપ્તાહે સંસદમાં આ બિલ લાવવામાં આવશે. એવા અહેવાલો છે કે આ સુધારા માટે કેબિનેટ દ્વારા બિલને પણ મંજૂરી આપી દેવાઇ છે જેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે. કેબિનેટ દ્વારા વકફ કાયદામાં કુલ 40 જેટલા સુધારાને મંજૂરી અપાઇ છે. જેમાં મોટાભાગના સુધારા વકફ બોર્ડને સંપત્તિ પર મળેલા અધિકારો પર કાપ મુકવા માટેના છે. સુધારા મુજબ વકફ બોર્ડ કોઇ પણ સંપત્તિને પોતાની રીતે વકફની સંપત્તિ જાહેર નહીં કરી શકે. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ આકરો વિરોધ કરી રહ્યો છે.
આજે વાડી તાઈવાડામાં મસ્જિદ પાસે વકફ બોર્ડના બિલ રજુ કરવાના વિરોધમાં મુસ્લિમ સમાજ તરફથી દરેકનો અભિપ્રાય અર્થાત મતદાનની શરૂઆત કરી મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરી છે કે હુકુમત ના બદ ઇરાદાને રોકવા અને મુસ્લિમ સમાજની અમાનતો મુસ્લિમ સમાજ પાસે જ રહે તેને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય અર્થાત મતદાન કરે અને તેની જાણકારી ઉચ્ચકક્ષાએ રજૂ કરવામાં આવશે તેવી અપીલ કરતો વિડિયો પણ વાયરલ થયો છે.