લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શરૃ

Jun 18, 2026 - 07:30
લોકોને વડોદરા સુધી લાંબુ    થવું નહી પડે  પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે  હવે તાલુકા મથકે ઓફિસો શરૃ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડ તેમજ માપણી અને નકશા સહિતના જમીનને લગતા કામો માટે તાલુકા કક્ષાએથી વડોદરામાં લોકોને આવવાનું થતું હતું પરંતુ હવે દરેક તાલુકા કક્ષાએ પણ જમીન દફ્તર નિરીક્ષક કચેરીનો પ્રારંભ થતા વડોદરા સુધી લાંબુ થવું નહી પડે અને તાલુકા મથક ખાતેથી જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ જમીન દફ્તર ખાતાની વડોદરા શહેર ખાતે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર વડોદરા સિટિ સર્વેની પાંચ કચેરીઓ ખાતે લોકોને આવવાનું થતું હતું જ્યારે જિલ્લા કક્ષાની કચેરીઓના કામ માટે પણ કોઠી કચેરી સ્થિત ડીએલઆરની કચેરીએ આવવું પડતું હતું. ગ્રામ્ય કક્ષાએથી લોકોને છેક વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું. ભૂમિ સિમાંકન, માપણી, પ્રોપર્ટી કાર્ડ, નકશા, બિનખેતી અભિપ્રાય, સ્વામિત્વ યોજના સહિતના કામો માટે વડોદરા વારંવાર ધક્કા ખાવાના થતા હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0