લોકસભા ચૂંટણીને લઈ આણંદમાં 35 ચેકપોસ્ટ ઉપર પોલીસનું વાહનચેકિંગ

પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છેમતદારો કોઇપણ ભય વિના મતદાન કરી શકે આણંદ લોકસભાની ચુંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજશે  આણંદ લોકસભાની ચુંટણી આગામી 7મી મેના રોજ યોજાનાર છે. ત્યારે ચુંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય, મતદારો કોઇપણ ભય વિના મતદાન કરી શકે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે વહીવટીતંત્ર-પોલીસતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. આણંદ જિલ્લાના જુદા-જુદા તાલુકાની 35 ચોકડીઓ ઉપર ઉભી કરાયેલી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે. લોકસભા ચુંટણીને લઇને આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. ત્યારે જિલ્લાની 35 જેટલી ચેકપોસ્ટો ઉપર સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ, બે પોલીસ કર્મીઓ, હોમગાર્ડ સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને તેના વ્યવસ્થાપન માટે જિલ્લા પોલીસતંત્ર શસ્ત્રસજ્જ બન્યુ છે. પોલીસકર્મીઓ દ્વારા વાહનની ડેકી ખોલીને જરૂરી તપાસ કરવામા આવી રહી હોવા ઉપરાંત વિડીયોગ્રાફરોની પણ નિમણુંક કરવામા આવી છે. જિલ્લા વહીવટી અને અધિાકારીઓની ટીમ દ્વારા સમયાંતરે ચેકપોસ્ટ ઉપર પહોંચી જઇને પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામા આવી રહી છે. તદુપરાંત ચેકપોસ્ટ ઉપરથી દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરફેર ન થાય તેમજ નશો કરેલી હાલતમા વાહન હંકારતા ચાલકોને ઝડપી લઇ કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામા પણ પ્રયાસ હાથ ધરીને વાહન ચેકીંગ ઝુંબેશને સઘન બનાવાઇ છે.

લોકસભા ચૂંટણીને લઈ આણંદમાં 35 ચેકપોસ્ટ ઉપર પોલીસનું વાહનચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે
  • મતદારો કોઇપણ ભય વિના મતદાન કરી શકે
  • આણંદ લોકસભાની ચુંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજશે

 આણંદ લોકસભાની ચુંટણી આગામી 7મી મેના રોજ યોજાનાર છે. ત્યારે ચુંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય, મતદારો કોઇપણ ભય વિના મતદાન કરી શકે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે વહીવટીતંત્ર-પોલીસતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. આણંદ જિલ્લાના જુદા-જુદા તાલુકાની 35 ચોકડીઓ ઉપર ઉભી કરાયેલી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે.

લોકસભા ચુંટણીને લઇને આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. ત્યારે જિલ્લાની 35 જેટલી ચેકપોસ્ટો ઉપર સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ, બે પોલીસ કર્મીઓ, હોમગાર્ડ સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને તેના વ્યવસ્થાપન માટે જિલ્લા પોલીસતંત્ર શસ્ત્રસજ્જ બન્યુ છે.

પોલીસકર્મીઓ દ્વારા વાહનની ડેકી ખોલીને જરૂરી તપાસ કરવામા આવી રહી હોવા ઉપરાંત વિડીયોગ્રાફરોની પણ નિમણુંક કરવામા આવી છે. જિલ્લા વહીવટી અને અધિાકારીઓની ટીમ દ્વારા સમયાંતરે ચેકપોસ્ટ ઉપર પહોંચી જઇને પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામા આવી રહી છે.

તદુપરાંત ચેકપોસ્ટ ઉપરથી દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરફેર ન થાય તેમજ નશો કરેલી હાલતમા વાહન હંકારતા ચાલકોને ઝડપી લઇ કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામા પણ પ્રયાસ હાથ ધરીને વાહન ચેકીંગ ઝુંબેશને સઘન બનાવાઇ છે.