લીંબડી સીટી સર્વેની હદમાં આવેલી જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વઢવાણના વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દબાણ કરનાર સામે કાર્યવાહીની કલેકટરને રજૂઆત કરી
સુરેન્દ્રનગર : લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી જમીન પર એક શખ્સ દ્વારા ગેરકાયદે દબાણ અને કબજો કર્યાની ભોગ બનનારના પરિવારજને લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ કલેકટરને લેખિત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાવિનભાઈ ભુદરભાઈ પરમાર (રહે.ઉમીયા ટાઉનશીપ, નવો ૮૦ ફુટ રોડ વઢવાણ)એ લીંબડી સીટી સર્વે નંબર ૩૦૨૦/૨ ની જમીન ગોવિંદભાઈ તળશીભાઈ દલવાડીએ તેમના પાંચ દિકરાના નામે વેચાણથી ખરીદી હતી. જે પૈકી એક દીકરાએ પોતાનો હક્ક હિસ્સો જતો કરતા અન્ય ચાર દીકરાઓ (૧) દલવાડી ભુદરભાઈ ગોવિંદભાઈ (૨) દલવાડી નાનુભાઈ ગોવિંદભાઈ (૩) દલવાડી ઈશ્વરભાઈ ગોવિંદભાઈ અને (૪) દલવાડી મહાદેવભાઈ ગોવિંદભાઈને ફારગતીનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને ચારેય ભાઈઓએ જમીનની વહેચણી કરી દીધી હતી અને અલગ-અલગ જમીનોના પ્રોપર્ટી કાર્ડમાં પણ નામે ચડી હતી.
What's Your Reaction?






