રૂપાલાની ટિકિટ રદ થાય,એજ અમારું સમાધાનઃ રાજપૂત સમાજના મહિલા આગેવાન ગીતાબા

ગોંડલની બેઠકમાં સમાધાન નહીં થાય : ગીતાબા સમાધાન સમસ્યાનું નિરાકરણ નહીં : ગીતાબારૂપાલા હશે તો તેમની હાર નક્કી છે : ગીતાબાકેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો છે. આ મામલે અમદાવાદ ખાતે રાજપૂત સમાજના મહિલા આગેવાનનાં આકરા તેવરમાં જણાવ્યું કે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઇએ. રાજ્યભરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના મામલે અમદાવાદમાં રાજપૂત સમાજના મહિલા આગેવાન ગીતાબાએ જણાવ્યું કે, રૂપાલાની ટિકિટ રદ થાય,એજ અમારું સમાધાન છે. ગોંડલની બેઠકમાં સમાધાન નહીં કરવામાં આવે. સમાધાન સમસ્યાનું નિરાકરણ નહીં. આ સાથે જ રાજપૂત સમાજના મહિલા આગેવાને જણાવ્યું કે, રાજપૂત સમાજે પરશોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો છે. પાર્ટીને સમાજના મત જોઈએ તો ટિકિટ પરત લેવા માંગ ઉઠી છે. ભાજપ તરફથી રૂપાલા હશે તો તેમની હાર નક્કી છે. જેના માટે કોઈ સમાધાન નથી. નોંધનીય છેકે, અગાઉ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ એક સમાજના સ્નેહમિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારૂ લાગે તે માટે તેઓ ઝૂંકયા નથી તેમ કહી મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી, બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

રૂપાલાની ટિકિટ રદ થાય,એજ અમારું સમાધાનઃ રાજપૂત સમાજના મહિલા આગેવાન ગીતાબા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોંડલની બેઠકમાં સમાધાન નહીં થાય : ગીતાબા
  • સમાધાન સમસ્યાનું નિરાકરણ નહીં : ગીતાબા
  • રૂપાલા હશે તો તેમની હાર નક્કી છે : ગીતાબા
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો છે. આ મામલે અમદાવાદ ખાતે રાજપૂત સમાજના મહિલા આગેવાનનાં આકરા તેવરમાં જણાવ્યું કે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઇએ.

રાજ્યભરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના મામલે અમદાવાદમાં રાજપૂત સમાજના મહિલા આગેવાન ગીતાબાએ જણાવ્યું કે, રૂપાલાની ટિકિટ રદ થાય,એજ અમારું સમાધાન છે. ગોંડલની બેઠકમાં સમાધાન નહીં કરવામાં આવે. સમાધાન સમસ્યાનું નિરાકરણ નહીં.

આ સાથે જ રાજપૂત સમાજના મહિલા આગેવાને જણાવ્યું કે, રાજપૂત સમાજે પરશોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો છે. પાર્ટીને સમાજના મત જોઈએ તો ટિકિટ પરત લેવા માંગ ઉઠી છે. ભાજપ તરફથી રૂપાલા હશે તો તેમની હાર નક્કી છે. જેના માટે કોઈ સમાધાન નથી.

નોંધનીય છેકે, અગાઉ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ એક સમાજના સ્નેહમિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારૂ લાગે તે માટે તેઓ ઝૂંકયા નથી તેમ કહી મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી, બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.