રિવરફ્રન્ટ પર પોલીસવાનનો ખોટો વિડીયો વાયરલ કરનાર સામે ગુનોં નોંધાશે

અમદાવાદ,શુક્રવારસોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસવાનમાં એક વ્યક્તિ બિયર પીતો હતો. જે વિડીયો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટનો હોવાનું કહીને સોશિયલ મિડીયામાં ફરતો કરાયો હતો. જે અંગે સાયબર ક્રાઇમમાં તપાસ કરવામાં આવતા વિડીયો બે વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના સાંથલમાં રેકોર્ડ થયો હોવાનું જાણવા મળ્યું હતું અને વિડીયોમાં દેખાતા આરોપી દેત્રોજમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.   આ વાયરલ વિડીયો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં  ગુનો નોંધવામાં આવશે. ગુરૂવારે અમદાવાદના અનેક સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક પોલીસવાનમાં એક વ્યક્તિ બિયર પીતો હતો અને આ વિડીયો રિવરફ્રન્ટ વેસ્ટનો હોવાનું લોકેશન દર્શાવવામાં આવ્યું હતું. જે બાબતને ગભીરતાથી લઇને સેક્ટર-૧ એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે સમગ્ર મામલે સાયબર ક્રાઇમને તપાસ સોંપી હતી. જે અંગે તપાસ કરતા આ વિડીયો બે વર્ષ જુનો હોવાનું અને મહેસાણાના સાંથલના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહી આ વિડીયો એક વર્ષ પહેલા પણ સોશિયલ મિડીયામાં વાયરલ કરાયો હતો. આમ, અમદાવાદ પોલીસને બદનામ કરવા માટે ખોટા વિડીયો વાયરલ થવાની ઘટનાને અમદાવાદ પોલીસે ગંભીરતાથી લઇને સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવા માટેનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.  

રિવરફ્રન્ટ પર પોલીસવાનનો ખોટો વિડીયો વાયરલ કરનાર સામે ગુનોં નોંધાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસવાનમાં એક વ્યક્તિ બિયર પીતો હતો. જે વિડીયો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટનો હોવાનું કહીને સોશિયલ મિડીયામાં ફરતો કરાયો હતો. જે અંગે સાયબર ક્રાઇમમાં તપાસ કરવામાં આવતા વિડીયો બે વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના સાંથલમાં રેકોર્ડ થયો હોવાનું જાણવા મળ્યું હતું અને વિડીયોમાં દેખાતા આરોપી દેત્રોજમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.   આ વાયરલ વિડીયો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં  ગુનો નોંધવામાં આવશે. ગુરૂવારે અમદાવાદના અનેક સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક પોલીસવાનમાં એક વ્યક્તિ બિયર પીતો હતો અને આ વિડીયો રિવરફ્રન્ટ વેસ્ટનો હોવાનું લોકેશન દર્શાવવામાં આવ્યું હતું. જે બાબતને ગભીરતાથી લઇને સેક્ટર-૧ એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે સમગ્ર મામલે સાયબર ક્રાઇમને તપાસ સોંપી હતી. જે અંગે તપાસ કરતા આ વિડીયો બે વર્ષ જુનો હોવાનું અને મહેસાણાના સાંથલના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહી આ વિડીયો એક વર્ષ પહેલા પણ સોશિયલ મિડીયામાં વાયરલ કરાયો હતો. આમ, અમદાવાદ પોલીસને બદનામ કરવા માટે ખોટા વિડીયો વાયરલ થવાની ઘટનાને અમદાવાદ પોલીસે ગંભીરતાથી લઇને સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવા માટેનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.