રામોલના બુટલેગરને 48 લાખની કિંમતના દારૂની ડિલિવરી મળે તે પહેલાં જ SMCએ ટ્રક ઝડપી લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Liquor Smuggling : અમદાવાદમાં દારૂનો મોટાપાયે વેપાર કરનાર અનેક બુટલેગરો સક્રિય છે. તેમ છતાં પોલીસ દ્વારા દાવો કરવામાં આવે છે કે અમદાવાદમાં દારૂ મળતો નથી. પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ પોલીસની કોઈ ખુલ્લી પાડી છે. જેમાં ગતરાત્રિએ બાતમીના આધારે વોચ ગોઠવીને રામોલ વાંચ રોડ પર એક કન્ટેનરમાં ભૂસાની આડમાં લાવવામાં આવી રહેલો રૂપિયા 48 લાખની કિંમતની 20 હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ બિયરનો મોટો જથ્થો રામોલના એક બૂટલેગરને પહોંચતો કરવાનો હતો. જો કે દારૂનો જથ્થો તે રીસીવ કરે તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ જપ્ત કરી લીધો હતો.
What's Your Reaction?






