રાજ્યમાં રાત્રે 8 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ, કલ્યાપુરમાં 2.8 ઈંચ

Jun 27, 2025 - 22:00
રાજ્યમાં રાત્રે 8 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ, કલ્યાપુરમાં 2.8 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવે રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં આજે રાત્રે 8 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકાના કલ્યાપુરમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

દ્વારકાના કલ્યાપુરમાં 2.8 ઈંચ વરસાદ

રાજ્યમાં રાત્રે 8 વાગ્યા સુધી 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકાના કલ્યાપુરમાં 2.8 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 2.32 ઈંચ, પારડીમાં 1.77 ઈંચ,ખંભાળીયામાં 1.5 ઈંચ, વઘઈમાં 1.3 ઈંચ વરસાદ, ઉમરગામમાં 1.3 ઈંચ, વાપીમાં 1.3 ઈંચ વરસાદ, વ્યારામાં 1.22 ઈંચ, ડોલવણમાં 1.18 ઈંચ વરસાદ, વાલોડમાં 1.1 ઈંચ, સુબિરમાં 0.98 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આગામી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને 2-3 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. તે ખૂબ મજબૂત છે એનો ટ્રફ અરબસાગર સુધી લંબાયેલો છે. જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0