રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat News: રાજયમાં જાહેર રસ્તાઓ-માર્ગો તેમજ જાહેર સ્થળો પર અડચણરૂપ ધાર્મિક સ્થાનો હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલમાં બુધવારે (30 જુલાઈ) રાજય સરકાર તરફથી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી વધુના સમયગાળામાં રાજયભરમાં રસ્તામાં અડચણરૂપ 261 જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યો છે. જેમાંથી 28 ધાર્મિક સ્થળોને રિલોકેટ એટલે કે, અન્યત્ર સ્થળે ખસેડાયા છે અને 98 જેટલા ધાર્મિક સ્થાનોને નિયમિત પણ કરાયા છે.
1000થી વધુ ધાર્મિક સ્થાનોને નોટિસ ફટકારી
રાજય સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષમાહિતી રજૂ કરતાં જણાવાયું કે, આ સિવાય રાજયના 1177 જેટલા ધાર્મિક સ્થાનોના દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેના અનુસંધાનમાં કાર્યવાહી ચાલુ છે.
What's Your Reaction?






