રાજ્યમાં 112 SDPO કચેરીમાં કરાશે 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂક

Dec 21, 2024 - 16:30
રાજ્યમાં 112 SDPO કચેરીમાં કરાશે 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1લી જુલાઈ 2024થી અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે આ 3 નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે.

કન્વીકશન રેટ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં

આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 112 SDPO(પેટા વિભાગીય પોલીસ અધિકારી) અને ACP(મદદનીશ પોલીસ કમિશનર)ની કચેરીમાં 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂક કરવા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ આ બાબતે જણાવ્યું કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં ચોકકસ તેના ઐતિહાસિક પરિણામ જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયત્નના ભાગરૂપે તમામ SDPO/ACPની કચેરીમાં 'ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિક ઢબે એનાલીસિસમાં મદદરૂપ બનશે

રાજ્યમાં બનતા તમામ પ્રકારના ગંભીર ગુનાઓની તપાસના સુપરવિઝનની જવાબદારી જિલ્લાઓમાં SDPO અને શહેરોમાં ACPની હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે SDPO/ACP જ્યારે ગંભીર પ્રકારના ગુનાનું સુપરવિઝન કરતા હોય ત્યારે તેઓ ગુનાવાળી જગ્યા પર વિઝીટ કરતા હોય છે અને તપાસ કરનાર અમલદારને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે માર્ગદર્શન પુરૂં પાડતા હોય છે. તેમની આ જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન થાય તે માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાંત અને તાલીમબધ્ધ હોય તેવા ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે કોઈપણ ગુનો બને ત્યારે ફોરેન્સિક ક્રાઈમસીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદ્રઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પીડિતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ પહેલના કારણે ગંભીર પ્રકારના ગુનાઓના કન્વીકશન રેટમાં ચોક્કસપણે વધારો થશે.

ક્રાઇમ સીન મેનેજરને ખાસ તાલીમ પણ અપાશે

ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા આ તમામ 112 ‘ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર’ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ક્રાઈમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઈન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઈ-સાક્ષ્યનો ઉપયોગ અને ડિજીટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઈમ સીન સંબંધિત વિષયોને આવરી લેવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0