રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot Civil Hospital controversy : રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબેન આહિરે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મીરાબેન આહિરના જણાવ્યા અનુસાર, તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. આશરે 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હોવા છતાં, તેમના ભાઈનો કેસ નોંધવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તન કર્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
What's Your Reaction?






