રથયાત્રા અને બકરી ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યોજાઈ

Vadodara Navapura Police Station : આગામી સમયમાં આવનાર રથયાત્રા તથા બકરીઇદ તહેવાર નિમિતે નવાપુરા તથા રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતી સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવ્યું હતું.આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠકો યોજાઈ રહી છે. ત્યારે મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન  એ.પી.રાઠવાની અધ્યક્ષતામાં નવાપુરા પીઆઇ એચ.એલ.આહીર તથા રાવપુરા પોલીસ ઇન્સ્પેકટર બી.આર.ગૌડ સાથે આગામી રથયાત્રા તથા બકરીઇદ તહેવારને લઇ 12 જૂનના રોજ સાંજના સમયે નવાપુરા તથા રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી. જેમા રથયાત્રા તથા બકરીઇદનો તહેવાર લોકો શાંતી થી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા બંને તહેવાર કોમી એખલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા  સુચના આપવામાં આવી હતી.

રથયાત્રા અને બકરી ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Navapura Police Station : આગામી સમયમાં આવનાર રથયાત્રા તથા બકરીઇદ તહેવાર નિમિતે નવાપુરા તથા રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતી સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવ્યું હતું.

આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠકો યોજાઈ રહી છે. ત્યારે મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન  એ.પી.રાઠવાની અધ્યક્ષતામાં નવાપુરા પીઆઇ એચ.એલ.આહીર તથા રાવપુરા પોલીસ ઇન્સ્પેકટર બી.આર.ગૌડ સાથે આગામી રથયાત્રા તથા બકરીઇદ તહેવારને લઇ 12 જૂનના રોજ સાંજના સમયે નવાપુરા તથા રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી. જેમા રથયાત્રા તથા બકરીઇદનો તહેવાર લોકો શાંતી થી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા બંને તહેવાર કોમી એખલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા  સુચના આપવામાં આવી હતી.